નવી દિલ્હીઃ સ્પેસ એક્સ અને ટેલ્સાના પ્રમુખ એલન મસ્ક હવે દુનિયાના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. તેમની કુલ સંપત્તિ વધીને 110 અબજ ડોલર થઈ ગઈ છે. પાછલા કેટલાક સમયથી મસ્ક સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહ્યા છે. પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. હાલમાં તેમની રોકેટ કંપનીએ ચાર એસ્ટ્રોનોટ્સને અંતરિક્ષમાં મોકલ્યા છે. આ સિવાય ઇલેક્ટ્રિક કાર કંપની ટેલ્સાને એસ એન્ટી પી 500 કંપનીની લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેફ બેજોસ પ્રથમ નંબર પર
બ્લૂમબર્ગ બિલિનેયર ઇન્ડેક્સ લિસ્ટમાં 185 અબજ ડોલરની સાથે જેફ બેજોસ પ્રથમ નંબર પર, 129 અબજ ડોલરની સાથે બિલ ગેટ્સ બીજા નંબર પર, 110 અબજ ડોલરની સાથે એલન મસ્ક ત્રીજા નંબર પર, 104 અબજ ડોલરની સંપત્તિની સાથે માર્ક ઝુકરબર્ગ ચોથા નંબર પર અને 102 અબજ ડોલકની સંપત્તિની સાથે બેર્નાર્ડ અર્નાલ્ટ પાંચમાં નંબર પર છે. 


લક્ષ્મી વિલાસ બેન્ક પર એક મહિનાનું મોરેટોરિયમ, ગ્રાહક માત્ર ઉપાડી શકશે 25000 રૂપિયા


7.61 અબજ ડોલરની ઉછાળ
ટેલ્સાને લઈને આવેલા સમાચાર બાદ એક દિવસમાં એલન મસ્કની સંપત્તિમાં 7.61 અબજ ડોલર (50 હજાર કરોડથી વધુ) ડોલરનો વધારો થયો છે. વાર્ષિક આધાર પર તેમની સંપત્તિમાં અત્યાર સુધી 82 અબજ ડોલરનો વધારો થયો છે. ટોપ-500 બિલિનેયરમાં મસ્કની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ વધારો થયો છે. વાર્ષિક સંપત્તિમાં તેજીના મામલામાં તેઓ નંબર વન છે. બીજા નંબર પર જેફ બેજોસ છે. તેમની વાર્ષિક સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધી આશરે 70 અબજ ડોલરનો વધારો થયો છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube