વોશિંગટનઃ Elon Musk In Guinness World Record: ટેસ્લાના શેરમાં ભારે ઘટાડા બાદ તેના ચીફ એલોન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. ટેસ્લાના શેરમાં આ ઘટાડા પછી, એલોન મસ્કે વ્યક્તિગત સંપત્તિ ગુમાવવાના સંદર્ભમાં એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, જેના પછી તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. એલોન મસ્ક છેલ્લા એક વર્ષમાં 180 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી ચૂક્યા છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, 2021 માં, એલોન મસ્કની સંપત્તિ $ 320 બિલિયન હતી, જે જાન્યુઆરી 2023 માં ઘટીને માત્ર $ 138 બિલિયન થઈ ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલા ઓછા સમયમાં સંપત્તિ ગુમાવવાના મામલામાં એલોન મસ્કે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. અત્યાર સુધી આ રેકોર્ડ જાપાનના ટેક ઇન્વેસ્ટર માસાયોશી સોનના નામે હતો, જેણે 58.6 અબજ ડોલરની સંપત્તિ 2000માં ગુમાવી હતી. પરંતુ હવે એલોન મસ્કે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 


PM Kisan યોજનામાં હવે મળશે 8000 રૂપિયા! Budget 2023 માં કિસાનો માટે થશે મોટી જાહેરાત


એલન મસ્ક દુનિયામાં બીજા નંબરના સૌથી ધનીકનું સ્ટેટસ પણ ગુમાવી શકે છે. ભારતના ગૌતમ અદાણી ગમે ત્યારે એલન મસ્કને પાછળ છોડી શકે છે. એલન મસ્કની સંપત્તિ 130 અબજ ડોલર છે, તો ગૌતમ અદાણી તેમનાથી માત્ર 10 અબજ ડોલર પાછળ છે અને તેની સંપત્તિ 120 અબજ ડોલર છે. 


જ્યારથી એલન મસ્કે ટ્વિટરને ખરીદ્યું છે ત્યારથી ટેસ્લાના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારને તેમનો આ નિર્ણય પસંદ આવ્યો નથી. બજારને લાગે છે કે ટ્વિટરને ચલાવવા માટે એલન મસ્ક ટેસ્લાના વધુ શેર વેચી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube