Tesla ના બે મોડલ થશે ભારતમાં જલ્દી લોન્ચ, જાણો તેની ખાસિયત
ભારતમાં એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે તો બીજી તરફ ઈલેક્ટ્રિક વ્હિકલની ડિમાન્ડ દિવસેને દિવસે વધી રહી છે. હુંડે તેમજ ટાટા જેવી કાર નિર્માતા કંપનીએ ઈલેક્ટ્રિક કારને માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. ત્યારપછી હવે જો સૌથી વધુ રાહ ભારતીયો જોઈ રહ્યાં હોય તો તે ટેસલા છે. ટેસલાની કંપની જલ્દી જ પોતાનું મેન્યુફેચરિંગ યુનિટ ભારતમાં ખોલશે..
નવી દિલ્હીઃ ટેસ્લા કંપનીના નિર્માતા અને CEOએ ભારતમાં એક પ્લાન્ટ ખોલવાની પુષ્ટિ તો કરી છે. પરંતુ તેમા હજુ સમય લાગશે. જ્યારે તેની ડિમાન્ડ સતત વધી રહી છે. શરૂઆતી સમયમાં ભારતમાં ટેસ્લાના ગણતરીના મોડલ લોન્ચ થવાના છે.
1. Tesla Model 3
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતીય બજારમાં ટેસ્લા આવવાની પુષ્ટિ કરી છે. ભારતમાં સૌથી પહેલા ટેસ્લાની સૌથી સસ્તી માનવામાં આવતી મોડલ 3 લોંચ કરવામાં આવશે. આ કારને મોટી સંખ્યામાં ભારતમાં આયાત કરવામાં આવશે અને વેચવામાં આવશે. જોકે કારને આયાત કરાવાના કારણે તેની કિંમતમાં પણ થોડો વધારો થઈ જશે. ટેસ્લા મોડલ 3ની ભારતમાં કિંમત 55થી 60 લાખની વચ્ચે હોઈ શકે છે. ટેસ્લા મોડલ 3ને ચાર્જ કરવામાં 15 મિનિટ લાગે છે. અને માત્ર 15 મિનિટના ચાર્જમાં 500 કિલોમીટર ફરી શકે છે. ટેસ્લા મોડલ 3નો ટોપ સ્પીડ 162 કિલોમીટર છે.
2. Tesla Model S
સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર ટેસ્લા મોડલ 3 પછી મોડલ Sને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. ટેસ્લા મોડલ S મોડલ 3 કરતા વધુ પ્રીમિયમ છે અને ત્રણ અલગ અલગ વેરિયંટ્સમાં ઉપલ્બધ છે. 75D, 100D અને P100D મોડલ ઉપલ્બ્ધ છે. ટેસ્લા મોડલ Sની કિંમત 1.5 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. ભારતમાં લક્ઝરી સેડાન કાર સેગ્મેન્ટમાં આ પહેલી કાર હશે જે આટલી મોંઘી હશે. ભારતીય બજારોમાં ટેસ્લા Sનો સામનો BMW અને AUDI સાથે થશે.
3. Tesla Model X
ભારતમાં ટેસ્લાના મોડલ X અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. ટેસ્લા મોડલ x એક 7 સીટર ક્રોસઓવર suv કાર છે. જેને અપગ્રેડ કર્યા પછી બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. સૂત્રો તરફથી મેળેલી માહિતી અનુસાર ટેસ્લા મોડલ x ફેસલિફ્ટની ભારતમાં કિંમત લગભગ 89,990 ડોલરથી લઈ 1,19,990 ડોલર હોઈ શકે છે.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube