નવી દિલ્હી: વિશ્વનો સૌથી અમીર વ્યક્તિ Elon Musk સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ખરીદ્યા બાદ ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ વાતો વચ્ચે સામે આવ્યું છે કે એલન મસ્કે ટ્વીટર ખરીદ્યા બાદ તેણે સૌથી મોટું નુકસાન થયું છે. તે 44 બિલિયન ડોલર એટલે કે 3.37 લાખ કરોડ રૂપિયામાં ટ્વિટર ખરીદી રહ્યા છે, જેવા જ આ અહેવાલ સામે આવ્યા કે મંગળવારે મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે ટેસ્લાનું mCap ટ્વિટરના મૂલ્ય કરતાં ત્રણ ગણું ઘટી ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકાણકારોને સતાવી રહ્યો છે આ વાતનો ડર
મસ્કને ટ્વિટર ખરીદવા માટે $44 બિલિયનમાં હજુ વધુ $21 બિલિયન એકત્ર કરવાનું બાકી છે. રોકાણકારોને હવે તે વાતની ચિંતા થવા લાગી છે કે ટેસ્લાના CEO કદાચ $21 બિલિયનનું સંચાલન કરવા માટે તેમના શેર વેચી શકે. આ ચિંતામાં ટેસ્લાના શેરની કિંમત મંગળવારે 12.2 ટકા ઘટી ગયા. આના કારણે ટેસ્લાના એમકેપમાં એક જ ઝાટકે $126 બિલિયન એટલે કે 9.7 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. હાલના આ સોદામાં ટ્વિટરની નક્કી થયેલી વેલ્યૂ 3.37 લાખ કરોડ રૂપિયાના લગભગ ત્રણ ગણું છે. 


GT vs SRH: આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ખરાખરીનો જંગ, જાણો કેવી રહેશે વાનખેડે સ્ટેડિયમની પીચ


ટેક શેરોમાં ચાલુ છે ભારે વેચવાલી
જોકે, ટેસ્લાના સ્ટોકમાં ઘટાડો એવા સમયે આવ્યો છે, જ્યારે બજાર ખાસ કરીને ટેક શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે Nasdaq માં 4 ટકાનો સૌથી મોટો ઘટાડો નોધાયો. જેના કારણે આ ટેક હેવી ઈન્કેક્સ ડિસેમ્બર 2020 પછી સૌથી નીચા સ્તર પર આવી ગયો. વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડી જવાની, ફુગાવો દાયકાઓ-ઉચ્ચ સ્તરે પહોંચવા અને ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક વ્યાજદરમાં વધારાનો ડર હાવી છે.


આટલો પછડાયો ટ્વિટરના શેરનો ભાવ
આ વચ્ચે મંગળવારે ટ્વિટરના શેરના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. સોશિયલ મીડિયા કંપનીના સ્ટોક મંગળવારે વેપારમાં 3.9 ટકાના ઘટાડા સાથે 49.68 ડોલર પર બંધ રહ્યો. મસ્કની ઓફરને જોઈએ તો તેમાં સોશિયલ મીડિયા કંપનીના એક શેરનો ભાવ 54.20 ડોલર નક્કી કરવામાં આવ્યો છે. ડીલમાં નક્કી થયેલી સૌથી વધુ વેલ્યૂ પછી પણ ટ્વિટરના શેરમાં નોંધાયેલો ઘટાડો જાણકારોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.


નવેમ્બરથી થઈ રહી ટેસ્લા સ્ટોકની વેચવાલી
અગાઉ સોમવારે ટેસ્લાનો શેર વોલ સ્ટ્રીટ પર $7.03 (0.70 ટકા) ઘટીને $998.02 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરની કિંમતમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષની વાત કરીએ તો તેમાં અત્યાર સુધીમાં લગભગ 27 ટકાનો ઘટાડો થયો છે. જોકે, ટેસ્લાનો સ્ટોક એક વર્ષ અગાઉની સરખામણીમાં 24.36 ટકા વધી ગયો છે. ટેસ્લાનો સ્ટોક ગત વર્ષે નવેમ્બરમાં $1230ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ત્યારથી આ સ્ટોક સતત વેચવાલીનો શિકાર બની રહ્યો છે.