3 મહિનામાં આ બમ્પર કમાણી કરાવશે આ Textile Stock,ભાગવા માટે છે તૈયાર, જાણો ટાર્ગેટ
Textile Stocks to BUY: ટેક્સટાઇલ સેક્ટરમાં પ્રાઇઝ અને ટાઈમ કરેક્શન બાદ ફરી તેજી આવી રહી છે. બ્રોકરેજે આગામી 3 મહિનાની દ્રષ્ટિએ Welspun Living માં ખરીદીની સલાહ આપી છે. જાણો ટાર્ગેટ..
Textile Stocks to BUY: ટેક્સટાઇલ સ્ટોક્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. યુરોપ અને અમેરિકાનું બજાર આ સેક્ટરની કંપનીઓ માટે મહત્વનું છે અને ત્યાં માંગમાં મજબૂતી જોવા મળી રહી છે. આ સિવાય કોટનની કિંમતમાં ઘટાડાને કારણે ઘરેલું માંગ મજબૂત થઈ રહી છે. આ ફેરફાર વચ્ચે બ્રોકરેજે શોર્ટ ટર્મમાં કમાણી માટે આ સેક્ટરની કંપની વેલ્સપન લિવિંગને પસંદ કરી છે. 3 ટકાની તેજી સાથે તે 165 રૂપિયા પર બંધ થયો છે.
Welspun Living Share Price Target
ICICI Direct એ આગામી ત્રણ મહિનાની દ્રષ્ટિએ આ શેરમાં ખરીદીની સલાહ આપી છે. 154-159 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. ઘટાડા પર 143 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે, જ્યારે 182 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ સ્ટોકનો 52 વીક હાઈ 171 રૂપિયા છે, જે તેનો ઓલ ટાઈમ હાઈ પણ છે.
ટેક્નિકલ સ્ટ્રક્ચર તેજીને કરી રહ્યું છે સપોર્ટ
બ્રોકરેજે કહ્યું કે ટેક્સટાઇલ સેક્ટરમાં અપવાર્ડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ટાઇમ અને પ્રાઇઝ કરેક્શન બાદ આ સેક્ટરમાં હલચલ વધી છે. 5 મહિનાના ફોલિંગ ચેનલ પર Welspun Living માં બ્રેકઆઉટ મળ્યું છે. ટેક્નિકલ સ્ટ્રક્ચરમાં તેજીને સપોર્ટ મળી રહ્યો છે. તેવામાં પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે આ તક છે.
આ પણ વાંચોઃ પ્રથમ દિવસે ડબલ કરી શકે છે પૈસા, 190 રૂપિયાનો છે શેર, 240 રૂપિયા ચાલી રહ્યો છે GMP
Welspun Living ની 50 દેશોમાં હાજરી
Welspun Living હોમ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની દિગ્ગજ કંપની છે. 50 થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે. છેલ્લા એક સપ્તાહમાં આ શેરમાં 8 ટકા, બે સપ્તાહમાં 10 ટકા, એક મહિનામાં 18 ટકા, ત્રણ મહિનામાં 8
ટકા, છ મહિનામાં 5 ટકા અને આ વર્ષમાં અત્યાર સુધી 14 ટકાની તેજી આવી છે.
(ડિસ્ક્લેમરઃ આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)