નાણાકિય વર્ષ 2017-18મા એટીએમની સંખ્યામાં 1000નો ઘટાડોઃ રિઝર્વ બેંક
રિઝર્વ બેન્કના દૃશ્યક્ષમ નાણાકિય વર્ષમાં બેન્કિંગ ક્ષેણોના વલણો પર પોતાના તાજા રિપોર્ટ ટ્રેંડ્સ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કિંગ ઇન 2017-18માં કહેવામાં આવ્યું છે કે, નાણાકિય વર્ષ 2017/18મા સરકારી બેન્કોના એટીએમની સંખ્યા 1.48 લાખથી ઘટીને 1.45 લાખ પર આવી ગઈ છે.
મુંબઈઃ નાણાકિય વર્ષ 2017-2018મા દેશમાં એટીએમની સંખ્યા 1,000 ઘટીને 2.07 લાખ પર આવી ગઈ છે. રિઝર્વ બેંકના શુક્રવારે જાહેર થયેલા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, એટીએમની સંખ્યા ઓછી થવાનું મુખ્ય કારણ કેટલિક જાહેર બેંકો દ્વારા પોતાની સંખ્યાને તાર્કિક બનાવાનું છે. આ પ્રક્રિયા વચ્ચે બેંકની શાખાઓમાં લાગેલા એટીએમની સંખ્યા આ દરમિયાન 1.09 લાખથી ઓછા થઈને 1.06 લાખ પર આવી ગયા છે. પરંતુ આ દરમિયાન શાખાઓથી અલગ લાગેલા એટીએમની સંખ્યા 98,545થી વધુને એક લાખ પર પહોંચી ગઈ છે.
રિઝર્વ બેંકના દૃશ્યક્ષમ નાણાકિય વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રના વલણો પર પોતાનો તાજો રિપોર્ટ ટ્રેંડ્સ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કિંગ ઇન 2017/18ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, નાણાકિય વર્ષ 2017/18મા સરકારી બેન્કોના એટીએમની સંખ્યા 1.48 લાખથી ઓછી થઈને 1.45 લાખ પર આવી ગઈ છે. આ દરમિયાન ખાનગી બેન્કોના એટીએમની સંખ્યા 58,833થી વધુને 60,145 સુધી પહોંચી ગયા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, એપ્રિલ 2018થી ઓગસ્ટ 2018 દરમિયાન એટીએમની સંખ્યા વધુ ઘટીને 2.04 લાખ પર આવી ગયો છે. તેમાં નાની નાણાકિય બેન્કો અને પેમેન્ટ બેન્કોના એટીએમ સામેલ નથી. તેનું કારણ ડિજિટલમાં વૃદ્ધિ થવી છે. આ દરમિયાન પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલોની સંખ્યામાં ઝડપથી વધાનો નોંધાયો છે. વાઇટ લેવલ એટીએમની સંખ્યા વધીને 15000 પાર થઈ ગઈ છે. નાણાકિય વર્ષ 2017/18 દરમિયાન સંકલિત ચુકવણી ઈન્ટરફેસ (યૂપીઆઈ)ના માધ્યમથી કુલ 1,090 અબજ રૂપિયાની 91.5 કરોડની લેણ-દેણ થઈ છે. આ નાણાકિય વર્ષ 2018/19ના પ્રથમ છ મહિનામાં વધીને 157.9 કરોડ લેણ-દેણ પહોંચી ગઈ છે. આ દરમિયાન યૂપીઆઈના માધ્યમથી 2670 અબજ રૂપિયાની લેવડ-દેડવ થઈ છે.