મુંબઇ: શેરબજાર (share market) માં ગુરૂવારે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતી કારોબારમાં મુંબઇ સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ (Sensex) 41 હજારના ઐતિહાસિક સ્તર પર ખુલ્યો હતો. બીએસઇ (BSE) સેન્સેક્સે આજે શરૂઆતી કારોબારમાં 41,163 રેકોર્ડ સ્તરને અડકી ગયો હતો. તો બીજી તરફ નિફ્ટી (Nifty)એ પણ 12138 ના રેકોર્ડ સ્તરને અડક્યો હતો. બીજી તરફ નિફ્ટી પ્રથમ વાર 32,000 ને પાર પહોંચ્યો. સવારે 10 વાગ્યા સુધી નિફ્ટી 12 હજારથી ઉપરના સ્તર પર રહ્યો અને બીએસઇ સેન્સેક્સ 41 હજારથી ઉપર ટ્રેંડ કરી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના શેર બજાર (share market) માં બુધવારે તેજી જોવા મળી હતી. બુધવારે સેન્સેક્સ 199.31 અંક એટલે કે 0.49 ટકાના વધારાની સાથે 41,020.61ના સ્તરે બંધ થયો હતો. મુંબઇ સ્ટોક એક્સચેંજ (BSE)ના 30 શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ સવારે 158.09 પોઇન્ટની તેજી સાથે 40,979.39 પર ખુલ્યો અને 199.31 અંક એટલે કે 0.49 ટકાના વધારાની સાથે 41,020.61ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 63 અંક એટલે કે 0.52 ટકાના વધારા બાદ 12,100.70 ના સ્તરે બંધ થયો હતો. દિવસભરના કારોબારમાં સેન્સેક્સ 41,075.76 ની ઉપરના અને 40,848.70થી નીચલા સ્તરને સ્પર્શ કર્યો હતો. 


સેન્સેક્સના 30મા6થી 25 શેરોમાં તેજી રહી. યસ બેંક (7.65  ટકા), ભારતીય સ્ટેટ બેંક (2.49 ટકા), મારૂતિ (2.38 ટકા), સનફાર્મા (1.87 ટકા) તથા ઓએનજીસી (1.69 ટકા)માં સૌથી વધુ તેજી જોવા મળી. સેન્સેક્સના ઘટાડાવાળામાં એલટી (2.05 ટકા), આઇસીઆઇસીઆઇ બેંક (1.07), આઇટીસી (0.86 ટકા), એનટીપીસી (0.77 ટકા) તથા ટાટા સ્ટીલ (0.73 ટકા).


બીએસઇના મિડકેપ તથા સ્મોલકેપ ઇન્ડેક્સમાં તેજી રહી. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 121.44 પોઇન્ટની તેજી સાથે 14,915.29 પર અને સ્મોલકેપ ઇન્ડેક્સ 26.15 પોઇન્ટની તેજી સાથે 13,437.48 પર બંધ થયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube