અમદાવાદ: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં ત્રીજા નંબરે આવી ગયા છે. તેમણે લૂઈસ વિટનના (Louis Vuitton) ચીફ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. અદાણી વિશ્વના અમીરોની યાદીમાં આ સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયન છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર, હવે અદાણી અમેરિકાના ટોચના ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને એમેઝોનના ચીફ જેફ બેઝોસથી પાછળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમય હતો જ્યારે ગૌતમ અદાણી તેમના માતા-પિતા અને સાત ભાઈ-બહેન સાથે એક નાની ચાલીમાં રહેતા હતા. આજે એ જ અદાણીના બાળકો પ્રાઈવેટ જેટમાં ફરે છે. આવો જાણીએ ગૌતમ અદાણીની સંપૂર્ણ કહાની. તેમના પરિવાર વિશે બધું...



ગૌતમ અદાણી પાસે કેટલી પ્રોપર્ટી છે?
બ્લૂમબર્ગના અરબપતિ ઈન્ડેક્સ મુજબ, 60 વર્ષીય ગૌતમ અદાણીની કુલ સંપત્તિ (નેટવર્થ) 137.4 અરબ ડોલર છે. ટેસ્લાના વડા અને વિશ્વના સૌથી ધનિક એલોન મસ્કની કુલ સંપત્તિ 251 અરબ ડોલર છે, જ્યારે એમેઝોનના સ્થાપક અને CEO જેફ બેઝોસની કુલ સંપત્તિ 153 અરબ ડોલર છે.


2022માં અદાણી ગ્રુપની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં ગૌતમ અદાણી એકમાત્ર એવા વ્યક્તિ છે, જેમની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન અદાણીની નેટવર્થમાં 1.2 અરબ ડોલરનો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીથી અદાણીની સંપત્તિમાં 60.9 અરબ ડોલરનો વધારો થયો છે.



ગૌતમ અદાણીએ ગયા મહિને માઈક્રોસોફ્ટના ચીફ બિલ ગેટ્સને પાછળ છોડી દીધા હતા. બિલ ગેટ્સની નેટવર્થ ઘટીને 117 અરબ ડોલર થઈ ગઈ છે. તેમના જંગી દાનને કારણે આ ઉણપ આવી છે. આ વર્ષે અદાણીની નેટવર્થ 60 અરબ ડોલરનો વધારો થયો છે. આ દેશના અન્ય અમીરો કરતાં પાંચ ગણું વધુ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ગૌતમ અદાણીએ રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા હતા. આ સાથે અદાણી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. અદાણીની નેટવર્થ એપ્રિલ 2022માં પ્રથમ વખત 100 અરબ ડોલરને વટાવી ગઈ હતી.



હવે જાણો ગૌતમ અદાણીની કહાની
અમદાવાદમાં એક સામાન્ય પરિવારમાં ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ થયો હતો. ગૌતમે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં કર્યું હતું. ત્યારબાદ ગુજરાત વિશ્વવિદ્યાલયમાંથી કોમર્સનો અભ્યાસ શરૂ કર્યો. જોકે, સેકેન્ડ ઈયરમાં તેમણે અભ્યાસ છોડી દીધો હતો. 


ગૌતમ અદાણીના પિતાનું નામ શાંતિલાલ અને માતાનું નામ શાંતા બેન હતું. ગૌતમના પિતા નાના કાપડના વેપારી હતા. કહેવાય છે કે તે સમયે ગૌતમ અદાણી તેમના માતા-પિતા અને ભાઈઓ સાથે એક નાની ચાલીમાં રહેતા હતા. પહેલા શાંતિલાલ ઉત્તર ગુજરાતના થરાદ શહેરમાં રહેતા હતા. જેમ જેમ પરિવાર વધતો ગયો તેમ તેમ તેમણે પરિવાર સાથે સ્થળાંતર કર્યું.



ભાઈઓનું નામ શું છે?
ગૌતમ અદાણીને સાત ભાઈ-બહેન છે. સૌથી મોટા ભાઈ મનસુખભાઈ અદાણી. અન્ય ભાઈઓ વિનોદ અદાણી, રાજેશ શાંતિલાલ અદાણી, મહાસુખ અદાણી અને વસંત એસ અદાણી છે. બહેન વિશે વધુ માહિતી મીડિયામાં આવી નથી.


નાની ઉંમરે મુંબઈ આવ્યા, અહીંથી જ શરૂ કરી સફર
પિતાના ધંધામાં કામ કરવાને બદલે ગૌતમ અદાણી 17 વર્ષની ઉંમરે અભ્યાસ છોડીને મુંબઈ આવી ગયા. અહીં તેમણે હીરાના વેપારી મહિન્દ્રા બ્રધર્સ સાથે બે વર્ષ સુધી કામ કર્યું. 20 વર્ષની ઉંમરે તેમણે મુંબઈમાં પોતાનો હીરાની દલાલીનો ધંધો શરૂ કર્યો અને પ્રથમ વર્ષમાં જ લાખોનું ટર્નઓવર કર્યું.


અદાણી કેવી રીતે આગળ વધ્યા?
- ગૌતમના મોટા ભાઈ મનસુખભાઈ અદાણીએ વર્ષ 1981માં અમદાવાદમાં પ્લાસ્ટિક યુનિટ ખરીદ્યું હતું. ગૌતમને પણ બોલાવ્યા હતા. અદાણીએ પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC)ની આયાત દ્વારા વૈશ્વિક વેપારમાં પ્રવેશ કર્યો.


- વ્યવસાયનો પૂરતો અનુભવ મેળવ્યા પછી તેમણે 1998માં અદાણી એક્સપોર્ટ્સ લિમિટેડનો પાયો નાખ્યો. આ કંપની પાવર અને એગ્રીકલ્ચર કોમોડિટીના ક્ષેત્રમાં કામ કરે છે. 1991 સુધીમાં કંપનીએ પોતાનો પગપેસારો કરી લીધો હતો અને તેઓ ભારે નફો પણ કરી રહી હતી.


- શરૂઆતના દિવસોમાં ગૌતમ અદાણી સ્કૂટર પર ફરતા હતા. આ પછી ગૌતમે મારુતિ-800થી સફર શરૂ કરી, હવે તે લક્ઝરી વાહનોમાં મુસાફરી કરે છે. ગૌતમ પાસે ઘણા હેલિકોપ્ટર અને પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેન છે.



પત્ની અને બાળકો શું કરે છે?
ગૌતમના લગ્ન પ્રીતિ અદાણી સાથે થયા છે. પ્રીતિ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે અને અદાણી ફાઉન્ડેશનની ચેરપર્સન પણ છે. આ દ્વારા તે સામાજિક કાર્ય કરે છે. ગૌતમ અને પ્રીતિ અદાણીને બે પુત્રો છે. મોટા પુત્રનું નામ કરણ અદાણી અને નાના પુત્રનું નામ જીત અદાણી છે.


કરણ અદાણીએ પરડ્યુ યુનિવર્સિટી, યુએસએમાંથી સ્નાતક થયા છે. તેઓ અદાણી પોર્ટ્સના સીઈઓ તરીકે કંપનીમાં કામ કરે છે. આ સિવાય તેઓ ઘણી કંપનીઓની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. 2013 માં કરણે ભારતના કોર્પોરેટ કાયદાના અગ્રણી વકીલોમાંના એક સિરિલ શ્રોફની પુત્રી પરિધિ શ્રોફ સાથે લગ્ન કર્યા હતા.



કરણની જેમ તેનો નાનો ભાઈ જીત અદાણી પણ વિદેશમાં ભણ્યો છે. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી જીત વર્ષ 2019 માં ભારત પાછો ફર્યો અને કંપનીની જવાબદારી સંભાળી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube