પૈસા કમાવાની તક, આ તારીખે આવશે Zomato નો IPO, જાણો તમામ મહત્વપૂર્ણ વાત
એક રિપોર્ટ પ્રમાણે Zomato નો IPO 19 જુલાઈએ માર્કેટમાં આવી શકે છે. કંપની 70-72 રૂપિયા વચ્ચે પ્રાઇઝ બેન્ડ નક્કી કરી શકે છે.
નવી દિલ્હીઃ Zomato IPO: ઓનલાઇન ઓર્ડર લઈને ઘર સુધી ભોજન પહોંચાડનાર મંચ ઝોમેટો (Zomato IPO) ને બજાર નિયામક સેબી (Sebi) પાસે પ્રારંભીક લોક પ્રસ્તાવ (IPO) લાવવાની મંજૂરી મળી ગઈ છે, જેના દ્વારા કંપની આશરે 8250 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના ડ્રાફ્ટ અનુસાર આઈપીઓ હેઠળ 7500 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે ઇંફો એઝ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા 750 કરોડ રૂપિયાના વેચાણની રજૂઆત કરવામાં આવશે. જો તમે તેમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં છો તો જાણો મહત્વપૂર્ણ વાતો.
1. એક રિપોર્ટ પ્રમાણે Zomato નો IPO 19 જુલાઈએ માર્કેટમાં આવી શકે છે. કંપની 70-72 રૂપિયા વચ્ચે પ્રાઇઝ બેન્ડ નક્કી કરી શકે છે.
2. Info Edge એ પોતાના ઓફર ફોર સેલની સાઇઝ ઘટાડી 750 કરોડ રૂપિયાથી 350 કરોડ રૂપિયા કરી દીધી છે.
આ પણ વાંચોઃ ICICI બેન્કે ગ્રાહકોને આપ્યો ઝટકો, 1 ઓગસ્ટથી આ સુવિધાઓ માટે આપવો પડશે વધુ ચાર્જ
3. Zomato IPO દ્વારા કરેલી કમાણીનો ઉપયોગ પોતાના વિકાસ અને અધિગ્રહણ માટે કરવા ઈચ્છે છે.
4. ઘણા મોટા એસેટ મેનેજમેન્ટ ફર્મ અને વર્તમાન રોકાણકાર Teamsek એન્કર ઇનવેસ્ટરની ભૂમિકા નિભાવી શકે છે.
5. કંપનીમાં info Edge (18.55%), Uber BV (9.13%), Alipay Singapore Holdings Pte LTD (8.33%), Antfin Singapore Holdings LTD (8.20%), Tiger Global 6%, Sequoia Capital (5.98%), Co-Founder Deepinder Goyal (5.51%), Teamsek Holdings Subsidiary (3.65%) સહિત કેટલાક અન્ય લોકોના શેર છે.
6. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, Morgan Stanley India કંપની લિમિટેડ અને Credit Suisse Securities PVT LTD આ આઈપીઓના ગ્લોબલ કોર્ડિનેટર અને લીડ મેનેજર છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઇન ભોજન આપૂર્તિ સેક્ટરમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ઝોમેટો અને સ્વિગી મુખ્ય સ્પર્ધક છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ અને ક્રેડિટ સુઇસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ નિર્ગમના વૈશ્વિક કોર્ડિનેટર અને બુક રનિંગ લીડ મેનેજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube