નવી દિલ્હીઃ Paytm ની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન લિમિટેડ (OCL) નો આઈપીઓ 8 નવેમ્બરે ઓપન થશે અને 10 નવેમ્બરે બંધ થશે. આ આઈપીઓ દ્વારા કંપનીએ 18300 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જો તે સફળ રહ્યો તો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. મહત્વનું છે કે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ 2010માં કોલ ઈન્ડિયા લાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રે માર્કેટ પ્રીમિયમ
આઈપીઓ પહેલા આ કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 125 રૂપિયાથી 135 રૂપિયા પ્રતિ શેર હેઠળ કારોબાર કરી રહ્યું છે. તો આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 2080 રૂપિયાથી 2150 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર છે. વર્તમાન જીએમપીને જોવામાં આવે તો કંપની 2285 રૂપિયા પ્રતિ શેર લિસ્ટેડ થવાની સંભાવના છે. 


શું કહે છે નિષ્ણાંત
એન્જલ વન સાથે જોડાયેલા એક નિષ્ણાંત જણાવે છે કે વેલ્યૂએશન પ્રથમ દ્રષ્ટિમાં વધુ લાગી રહી હશે. પરંતુ પેટીએમ જે ડિજિટલ પેમેન્ટનો એક સમાનાર્થી શબ્દ બની ગયો છે તે નાણાકીય વર્ષ 21થી 26 સુધી 5 ગણો ગ્રોથ કરી શકે છે. તેવામાં વેલ્યૂએશન યોગ્ય છે. તો અન્ય એક એનાલિસ્ટ અનુસાર લાંબા સમય સુધી રોકાણ કરવાના ઉરાદાથી ઉતરવું પડશે. ખુબ ઝડપથી સમય બદલી રહ્યો છે અને ખતરો પણ છે. રેવન્યૂ પ્રભાવિત થઈ શકે છે. તો  ICICI Securities સાથે જોડાયેલા નિષ્ણાંત અનુસાર ઝડપથી બદલતી ટેક્નોલોજી અને માત્ર પેમેન્ટ પર નિર્ભરતાને કારણે આ રિસ્કની સાથે ચિંતાનો વિષય બની શકે છે. 


આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી મળશે ખુશખબર! વધુ એક ભથ્થા પર ચાલી રહ્યું છે મંથન, જાણો લેટેસ્ટ અપડેટ


કેટલી હશે લોટ સાઇઝ
એવી આશા છે કે આઈપીઓની લોટ સાઇઝ છ શેરોની હશે, જે માટે 12900 રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. 90 શેરો માટે વધુમાં વધુ 15 લોટ માટે અરજી કરી શકાય છે. તે માટે 1,93,500 રૂપિયા ખર્ચ કરવા પડશે. 


વિજય શેખર શર્માની આગેવાનીવાળી ફર્મે 3 નવેમ્બરે એન્કર રોકાણકારો પાસેથી 8235 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. બ્લેકરોક, સીપીપીઆઈબી, બિરલા એમએફ, જીઆઈસી અને અન્ય બ્લૂ-ચિપ ફંડોએ એન્કર ફંડ ભેગુ કરવાના રાઉન્ડમાં ભાગ લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube