નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ગરમ થયા છતાં ભારતમાં છેલ્લા 16 દિવસથી પેટ્રોલ-ડીઝલનું બજાર (Petrol-Diesel Market) સ્થિર છે. હકીકતમાં અમેરિકામાં કાચા તેલની માંગ (Crude Oil Demand) વધવાથી દુનિયાભરના ગ્રાહકો પર અસર પડી છે. પરંતુ આ સમયે દુનિયાની મોટાભાગની અર્થવ્યવસ્થા પર કોવિડ-19 (Corona Virus) ના ડેલ્ટા વેરિએન્ટની અસર વધી રહી છે. તેમ છતાં પેટ્રોલિયમ પદાર્થોની માંગમાં કોઈ ખાસ કમી આવી નથી. રાહતની વાત છે કે ભારતની સરકારી તેલ કંપનીઓ હજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં સોમવારે ઈન્ડિયન ઓયલ   (IOC) ના પંચ પર પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેથી જુલાઈ વચ્ચે 11.52 રૂપિયા મોંઘુ થઈ ચુક્યુ છે પેટ્રોલ
આ વર્ષની શરૂઆતના પ્રથમ ક્વાર્ટર દરમિયાન ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાને કારણે માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો થયો નહતો. આ દરમિયાન કાચુ તેલ મોંઘુ થવા છતાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ મેથી તેની કિંમત વધી હતી. ત્યારબાદ 42 દિવસમાં પેટ્રોલ 11.52 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું હતું. પરંતુ હરદીપ પુરીના પેટ્રોલિયમ મંત્રી બન્યા બાદ 18 જુલાઈથી ભાવ સ્થિર છે. 


શહેરનું નામ પેટ્રોલ ભાવ ડીઝલ રૂપિયા/લીટર
દિલ્હી 101.84 89.87
મુંબઈ 107.83 97.45
ચેન્નઈ 101.49 94.39
કોલકત્તા 102.08 93.02
ભોપાલ 110.20 98.67
રાંચી 96.68 94.84
બેંગલુરૂ 105.25 95.26
પટના 104.25 95.57
ચંડીગઢ 97.93 89.50
લખનઉ 98.92 90.26

પાછલા મહિને 41 દિવસમાં ડીઝમાં થયો હતો 9.08 રૂપિયાનો વધારો
ડીઝલ મોંઘુ ઈંધણ હોવા છતાં ભારતમાં તે પેટ્રોલના મુકાબલે સસ્તુ વેચાય છે. આ કારણ છે કે અહીં મોટાભાગની બસ અને ટ્રક ડીઝલથી ચાલે છે. જો આ ઈંધણનો ભાવ વધે છે તો મોંઘવારી પણ વધે છે. આ વર્ષના શરૂઆતી મહિનામાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. આ દરમિયાન 41 દિવસ સુધી ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ 4 મેથી તેમાં ધીમે-ધીમે વધારો થયો, તેનાથી ડીઝલ 9.08 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું હતું. ત્યારબાદ પાછલી 16 જુલાઈથી તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.


આ પણ વાંચોઃ GST Collections માં 33% નો મોટો ઉઠાળો, સરકારી ખજાનામાં આવ્યા આટલા રૂપિયા


અમેરિકામાં કાચા તેલની માંગ વધવાથી દુનિયા ભરના ગ્રાહકો પર તેની અસર પડી છે. તેથી પાછલા સપ્તાહની જેમ આ સપ્તાહે પણ કાચા તેલનું બજાર વધારા સાથે બંધ થયું છે. હકીકતમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ છતાં પેટ્રોલિયમ પદાર્થોની માંગમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. કારણ કે અમેરિકામાં પાછલા સપ્તાહે કાચા તેલનો ભંડાર ઘટ્યો હતો. તેના કારણે ત્યાં વધુ ખરીદી થઈ રહી છે. ત્યારે પાછલા સપ્તાહે કારોબારની સમાપ્તિના સમયે બ્રેન્ટ ક્રૂડ 76.33 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું. ત્યાં યૂએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયએટ કે ડબ્લ્યૂટીઆઈ ક્રૂટ પણ 93.95 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube