Bonus Stock: શેર બજારમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં પીએસયુ સ્ટોક ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે. આ કંપની ચોથીવાર ઈન્વેસ્ટરોને બોનસ શેરની ભેટ આપી રહી છે. આવો એક-એક કરી આ વિષયે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- Remedium Lifecare Ltd
કંપનીએ શેર બજારને જણાવ્યું કે 5 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 3 શેર બોનસ તરીકે આપવામાં આવશે. કંપનીએ બોનસ શેર ઈશ્યૂ માટે 6 જુલાઈ, શનિવાર રેકોર્ડ ડેટ જાહેર કરી છે. પરંતુ કંપની 5 જુલાઈએ એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. નોંધનીય છે કે શુક્રવારે બજાર બંધ થવા સમયે આ કંપનીના શેરનો ભાવ બીએસઈમાં 1.08 ટકાની તેજીની સાથે 60.13 રૂપિયા પર હતો. 


2- Vertoz Advertising Ltd
આ કંપની એક શેર પર 1 શેર બોનસ આપી રહી છે. આ બોનસ ઈશ્યૂ માટે કંપનીએ 5 જુલાઈ શુક્રવાર રેકોર્ડ ડેટ જાહેર કરી છે. એટલે કે આ દિવસે જે ઈન્વેસ્ટરોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેને બોનસ શેરનો લાભ મળશે. પાછલા સપ્તાહે શુક્રવારે સ્ટોકનો ભાવ એનએસઈમાં 0.09 ટકાની તેજીની સાથે 726.50 રૂપિયા પર હતો.


આ પણ વાંચોઃ 35 વર્ષ જૂની ગુજરાતી કંપનીનો આવી રહ્યો છે IPO, આશરે 75 દેશોમાં ફેલાયેલો છે કારોબાર


3- GPT Infraprojects Ltd
આ કંપની પણ એક શેર પર એક બોનસ આપી રહી છે. શેર બજારમાં કંપની 3 જુલાઈ 2024ના એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. કંપનીના શેરની વાત કરીએ તો શુક્રવારે તે 1.63 ટકાની તેજી સાથે 271.65 રૂપિયાના સ્તર પર હતો.


4- ઓયલ ઈન્ડિયા લિમિટેડ
આ પીએસયુ સ્ટોકે પણ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની 2 શેર પર એક બોનસ શેર આપી રહી છે. આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટ 2 જુલાઈ 2024 નક્કી કરવામાં આવી છે. નોંધનીય છે કે આ સરકારી કંપની ચોથીવાર બોનસ શેર આપી રહી છે.


(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)