ગજબની છે આ 4 સરકારી રિટાયરમેન્ટ સ્કીમ, મળશે 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન
નોકરી કરતા દરેક લોકોની ચિંતા નિવૃત્તિ બાદના જીવન નિર્વાહની હોય છે. નિવૃત્તિ બાદ દર મહિને પૈસા મળતા રહે તે માટે લોકો અત્યારથી પ્લાન બનાવતા હોય છે. દેશમાં ચાર એવી સરકારી રિટાયરમેન્ટ સ્કીમ ચાલી રહી છે, જેમાં રોકાણ કરવાથી નિવૃત્તિ બાદની ચિંતાઓ દૂર કરી શકાય છે.
નવી દિલ્હીઃ જો તમે નિવૃત્તિ બાદ પોતાની જિંદગી કોઈ આર્થિક મુશ્કેલી વગર જીવવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. આમ કરવા માટે તમારે તમારા પૈસાની બચત કરવી પડશે. આ પૈસા નિવૃત્તિ બાદ તમને કામ આવશે. તે માટે તમે પૈસાને કેટલીક શાનદાર સ્કીમમાં રોકાણ કરી શકો છો. પરંતુ પોતાના પૈસાનું રોકાણ કરવા સમયે સારી સ્કીમની પસંદગી કરવી જરૂરી છે. આવો જાણીએ ચાર એવી સ્કીમ્સ વિશે જે નિવૃત્તિ બાદ તમારી પૈસાની જરૂરીયાતને પૂરી કરશે.
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ 15 વર્ષની લોક-ઇન પીરિયડવાળી એક લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. કારણ કે આ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે તેથી તેમાં ગેરેન્ટેડ રિટર્ન મળે છે. આ યોજના હેઠળ તમે મિનિમમ 500 રૂપિયાથી મેક્સિમમ 1.5 લાખ રૂપિયાનું વાર્ષિક રોકાણ કરી શકો છો. ગમે તે ઉંમરની વ્યક્તિ પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજના માટે સરકાર દર ક્વાર્ટરમાં વ્યાજદરોની સમીક્ષા અને જાહેરાત કરે છે.
આ પણ વાંચોઃ Bank Holidays: સપ્ટેમ્બરમાં તહેવારોને કારણે લાંબી રજાઓ, 16 દિવસ બંધ રહેશે બેન્ક
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)
નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ સશસ્ત્ર દળોને છોડી 18થી 60 વર્ષની ઉંમરની ગમે તે વ્યક્તિ ખાતુ ખોલી શકે છે. એનપીએસ હેઠળ તમે એક નાણાકીય વર્ષમાં મિનિમમ 6000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે દર મહિને 500 રૂપિયા જમા કરાવી શકો છો. નોંધનીય છે કે આ સ્કીમ 60 વર્ષની ઉંમરમાં મેચ્યોર થાય છે અને તેને 70 વર્ષ સુધી વધારી શકાય છે.
એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ (EPF)
ઇમ્પલાયી પ્રોવિડેન્ટફંડ એટલે કે ઈપીએફ એક સરકારી સંસ્થા છે, જેમાં સેલેરી ક્લાસના કર્મચારીઓને પોતાની બેસિક સેલેરીના 12 ટકા યોગદાન આપવાનું હોય છે. જ્યારે એમ્પ્લોયર પણ પીપીએફ ખાતામાં આટલી રકમ આપે છે. નોંધનીય છે કે કંપનીના વેતના 3.67 ટકા ઈપીએફ ખાવામાં જ્યારે 8.33 ટકા ભાગીદારી કર્મચારી પેન્શન યોજનામાં જમા થાય છે.
આ પણ વાંચોઃ 8 રૂપિયાવાળો શેર પહોંચ્યો 800ને પાર, 1 લાખના બનાવી દીધા 1 કરોડ, હજુ પણ તેજીનો સંકેત
અટલ પેન્શન યોજના (APY)
અટલ પેન્શન યોજનાની શરૂઆત 9 મે 2015ના કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ ગરીબો, વંચિતો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની આર્થિક સુરક્ષા સ્થાપિત કરવાનો છે. આ સ્કીમ હેઠળ 18થી 40 વર્ષ સુધીની ગમે તે વ્યક્તિ પૈસા જમા કરી શકે છે. 60 વર્ષ બાદ ગ્રાહકોને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની રકમ પેન્શનના રૂપમાં મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube