નવી દિલ્હીઃ શેરબજારમાં વર્તમાન સમયમાં ઉથલ-પાથલ મચી છે. જેના કારણે રોકાણકારોને નુકસાન થઈ રહ્યું છે. માર્કેટમાં નકારાત્મક વલણને કારણે લાખો-કરોડો રૂપિયા ડુબી ગયા છે. પરંતુ આ મુશ્કેલ સમયમાં પણ ઘણા શેર સારૂ રિટર્ન આપી રહ્યાં છે. તો કેટલાક સ્ટોક રોકાણકારોને માલામાલ કરી શકે છે. આવો જાણીએ તે ક્યા સ્ટોક છે જે આવનારા સમયમાં સારૂ વળતર અપાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. અજન્તા ફાર્મા
અજન્તા ફાર્મા આવનારા સમયમાં મજબૂતીની સાથે ગ્રોથ કરી શકે છે. તેનું કારણ ઈન્ડિયા, એશિયા અને આફ્રિકાની બજારમાં નવી પ્રોડક્ટ્સ ઉતરવાની છે. આશા છે કે કંપની તેનાથી ન માત્ર નફો કમાશે પરંતુ બજારમાં પોતાની પકડ વધુ મજબૂત કરવામાં સફળ રહેશે. કંપનીના શેરનો ભાવ 2193 રૂપિયાના લેવલ સુધી જઈ શકે છે. એક્સપર્ટ આ કંપનીના શેરમાં 22 ટકાની તેજીની આશા કરી રહ્યાં છે. 


2- Marico
નિષ્ણાંતોને આ કંપનીના શેરમાં પણ તેજીનો વિશ્વાસ છે. હાલના કેટલાક ક્વાર્ટર દરમિયાન આ કંપનીના સ્ટોકે મોંઘા ખાદ્ય તેલ હોવા છતાં સારૂ માર્જિન જનરેટ કરવામાં સફળતા મેળવી છે. છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાન કંપનીના ફૂડ બિઝનેસમાં સારી તેજી આવી છે. ઘણા ઓછા સમયમાં આ સ્ટોક 500 કરોડ રૂપિયાના લક્ષ્યને પાર કરી ગયો હતો. આ કંપનીના બિઝનેસની વધતી ડિમાન્ડને કારણે આવનારા સમયમાં ડબલ થઈ શકે છે. આ સ્ટોક પર નજર રાખનાર નિષ્ણાંત અનુસાર કંપનીના શેરની કિંમત 592 રૂપિયા સુધી જઈ શકે છે. 


3- Pidilite ઈન્ડસ્ટ્રીઝ
પોતાના સેગમેન્ટમાં આ કંપનીનો દબદબો છે. વર્તમાન સમયમાં કંપનીની પાસે 60 ટકાથી વધુ માર્કેટ શેર છે. કંપનીનું કારપેન્ટર નેટવર્ક તેની સફળતાનું મુખ્ય કારણ છે. આ સિવાય કંપનીનો વોટરપ્રૂફિંગ બિઝનેસમાં પણ દબદબો છે અને આ બિઝનેસ 20 ટકાની તેજી સાથે ગ્રોથ કરી રહ્યો છે. નિષ્ણાંતો અનુસાર આ કંપનીના સ્ટોકમાં 12 ટકા સુધીની તેજી જોવા મળી શકે છે. 


આ પણ વાંચોઃ Tata સહિત 4 પાવર સ્ટોક્સ પર નજર, આગામી સપ્તાહ માટે એક્સપર્ટે આપી સલાહ


4- Zee એન્ટરટેઈનમેન્ટ
આ સ્ટોક પર નજર રાખનાર નિષ્ણાંત અનુસાર કંપનીના શેરનો ભાવ 320 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે વર્તમાન કિંમતથી તેમાં આશરે 35 ટકાનો ઉછાળ જોવા મળી શકે છે. 


5. પેટીએમ
આ કંપની શેર બજારમાં જ્યારથી લિસ્ટ થઈ છે, ત્યારબાદ તેના શેરના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે નિષ્ણાંતોને લાગી રહ્યું છે કે આ સ્ટોક કમાલ કરી શકે છે. બ્રોકરેજ ફર્મે પોતાની નોટ્સમાં કહ્યું કે, બિઝનેસમાં વૃદ્ધિ, જિવાઇસ અને ક્રેડિટ કાર્ડ સોર્સિંગથી વધેલા યોગદાનને ક્વાર્ટરના પરિણામમાં સુધારો થવો જોઈએ. જોકે નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં ગ્રોથ 40 ટકા સુધી પહોંચવો જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube