નવી દિલ્હી: આજકાલ તો આપણા બધાની એવી આદત થઈ ગઈ છે કે કોઈ પણ વસ્તુ માટે માહિતી જોઈતી હોય તો ગૂગલ સર્ચ કરી લો. હાલમાં જ બેંગ્લુરુમાં જોમેટોના કસ્ટમર કેયર નંબર સર્ચ કરીને અને તેના પર કોલ કર્યા બાદ મહિલાનું એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. આથી જરૂરી નથી કે ગૂગલ પર તમને જે જાણકારી મળે તે સંપૂર્ણ રીતે સાચી જ હોય. આજના જમાનામાં લોકોને એવું મનમાં બેસી ગયું છે કે જે માહિતી ક્યાંય નહીં મળે તે ગૂગલમાં ચોક્કસ મળી જશે. પરંતુ અનેકવાર ગૂગલ પર તમને ખોટી માહિતી પણ મળતી હોય છે. પરંતુ શું તમે સર્ચ કરતા સમયે ક્યારેય વિચાર્યું છે કે તમને જે માહિતી સર્ચ કરવી છે તે ખરેખર ગૂગલ પર સર્ચ કરાય કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલ પર સર્ચ કરતા પહેલા તમે જાણી લો કે શું સર્ચ કરાય અને શું નહીં. અહીં જે પાંચ વસ્તુઓ તમને જણાવવા જઈ રહ્યાં છીએ તે ગૂગલ પર ક્યારેય સર્ચ ન કરતા. ભૂલેચૂકે જો તમે આ પાંચ વસ્તુ સર્ચ કરી તો મુશ્કેલીમાં ફસાશો. 


1. તમારું ઈમેઈલ 
પર્સનલ ઈમેઈલ લોગઈનને ગુગલ પર સર્ચ ન કરવું. આવું વારંવાર કરવાથી તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે અને પાસવર્ડ લીક થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ દુનિયાભરમાં સૌથી વધુ  હેકિંગના મામલા ઈમેઈલ હેક થવાના જોવા મળે છે. લાખો ફરિયાદો સાઈબર સેલમાં પણ નોંધાયેલી છે. 


2. ઓળખ
ગૂગલ પર સર્ચ કરતી વખતે ભૂલીને પણ તમારી પોતાની ઓળખને સર્ચ કરવાનું જોખમ ન ઉપાડો. કારણ કે ગૂગલ પાસે તમારી સર્ચ હિસ્ટ્રીનો ડેટાબેસ હોય છે અને વારંવાર સર્ચ કરવાથી તેના લીક થવાનું જોખમ છે. હેકર્સ રાહ જોતા હોય છે કે કઈ વસ્તુ તેમને સરળતાથી હેક કરવા મળી જાય. 


3. શંકાસ્પદ વસ્તુઓ
ગૂગલ પર ક્યારેક તમે એવી એવી વસ્તુઓ પણ સર્ચ કરો છો જેનો કોઈ અર્થ નથી પરંતુ ફક્ત જોવા માટે જોઈ લો છો, આવી શંકાસ્પદ વસ્તુઓને સર્ચ ન કરો. કારણ કે સાઈબર સેલની નજર હંમેશા એવા લોકો પર હોય છે જે કઈંક શંકાસ્પદ વસ્તુઓ સર્ચ કરવાની કોશિશ કરતા હોય છે. આવા સંજોગોમાં તમે જો શંકાસ્પદ વસ્તુ સર્ચ કરો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સાઈબર સેલના મામલાઓમાં જેલની સજાની પણ જોગવાઈ છે. 


4. મેડિસિન
જો તમે કોઈ બીમારી અને મેડિસિન અંગે ગૂગલ પર સર્ચ કરતા હોવ તો બંધ  કરી દેજો. કારણ કે સર્ચનો ડેટા થર્ડ પાર્ટીને પણ ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારબાદ તમને સતત તે બીમારી અને તેની ટ્રિટમેન્ટ અંગે જાહેરાતો બતાવવામાં આવે છે. 


5. જાહેરાત
ગૂગલ પર ક્યારેય અસુરક્ષા સંબંધિત કોઈ પણ જાણકારી સર્ચ ન કરવી જોઈએ. જો તમે આમ કરતા હોવ તો તમને સંબંધિત જાહેરાતો આવવા લાગે છે. જેનાથી તમે જાણી શકો છો કે કોઈ  તમને ઈન્ટરનેટ પર ફોલો  કરી રહ્યું છે. જો તમે ઈચ્છતા હોવ કે અસુરક્ષા સંબંધિત જાહેરાતો તમને પરેશાન ન કરે તો તમે તેને સર્ચ કરવાથી બચો.