આઠ મહિનામાં આ 6 શેરોએ કર્યો રૂપિયાનો વરસાદ, જો તમારી પાસે પણ હોત તો ચમક્યું હોત તમારું નસીબ
Multibagger Stocks 2023 : ભારતીય શેરબજારમાં 5 મહિના પહેલા શરૂ થયેલી તેજી હજુ પણ ચાલુ છે. સેન્સેક્સ-નિફ્ટીથી લઈને મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો બધા જ ઊંચાઈ પર છે. દરેક વ્યક્તિ આ તેજીનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તમારો ઈરાદો પણ કંઈક આવો જ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.
નવી દિલ્હીઃ આજે અમે તમને એવા 6 શેરો વિશે જણાવીશું, જેમાં જો તમે વર્ષ 2023ની શરૂઆતમાં રોકાણ કર્યું હોત તો તમારા પૈસા અત્યાર સુધીમાં બમણા થઈ ગયા હોત. એટલે કે માત્ર 6 મહિનામાં જ આ મલ્ટીબેગર સ્ટોક્સે એક લાખ રૂપિયાથી બે લાખ રૂપિયા કમાવ્યા છે. આ શેરોમાં તેજી હજુ અટકી નથી.
JBM ઓટોના શેરે અત્યાર સુધીમાં રોકાણકારોને 185 ટકા વળતર આપ્યું છે. JBM ઓટોની સબસિડિયરી કંપનીને 5,000 ઈલેક્ટ્રિક બસનો ઓર્ડર મળ્યો છે. છેલ્લા છ મહિનામાં જ આ શેરમાં 150 ટકાનો ઉછાળો આવ્યો છે. હાલમાં આ શેર રૂ. 1487 પર ટ્રેડ થઈ રહ્યો છે.
વર્ષ 2023માં મલ્ટિબેગર રિટર્ન આપનારા શેરોની યાદીમાં અપાર ઈન્ડસ્ટ્રીઝનું (Apar Industries) નામ પણ સામેલ છે. આ વર્ષે શેરની કિંમત લગભગ ત્રણ ગણી વધી છે અને તેણે રોકાણકારોને 180 ટકા વળતર આપ્યું છે. તે એલ્યુમિનિયમ અને એલોય કંડક્ટરની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક છે.
ઇલેક્ટ્રિક બસ નિર્માતા કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેકનો (Olectra Greentech) સ્ટોક પણ આ વર્ષે 150 ટકા સુધી ઉછળ્યો છે. જુલાઈમાં, કંપનીને 5000 ઈલેક્ટ્રિક બસો બનાવવા માટે રૂ. 10,000 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. NSE પર હાલમાં Olectra Greentechનો સ્ટોક રૂ.1233 પર ટ્રેડ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ 12 સપ્ટેમ્બરે ઓપન થશે આ ગુજરાતી કંપનીનો IPO,ગ્રે માર્કેટમાં ધમાલ, સારી કમાણીનો સંકેત
મિડકેપ આઈટી સ્ટોક Zensar Tech પણ વર્ષ 2023માં અત્યાર સુધીમાં 150 ટકા વધ્યો છે. ફ્રેન્કલિન ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ ઉપરાંત ગોલ્ડમેન સોક્સે આ શેરમાં રોકાણ કર્યું છે.
ભારત સરકારનો 80 ટકા હિસ્સો ધરાવતા મઝાગોન ડોક શિપબિલ્ડર્સના (Mazagon Dock Shipbuilders)શેરમાં પણ વર્ષ 2023માં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં આ શેરમાં 142 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે રોકાણકારોને 366 ટકા વળતર આપ્યું છે.
સુઝલોન એનર્જીના (Suzlon Energy) શેરે પણ વર્ષ 2023માં રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. આ સ્ટોક આ વર્ષે અત્યાર સુધીમાં 122 ટકા વધ્યો છે. હાલમાં તે રૂ.23.80ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે રોકાણકારોના પૈસા ત્રણ ગણા કર્યા છે.
(Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે આમાંના કોઈપણમાં રોકાણ કરવા માંગતા હો, તો પહેલા પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. Zee24 kalak તમારા નફા કે કોઈપણ પ્રકારના નુકસાન માટે જવાબદાર નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube