Best Resale Value Cars in India: ભારતમાં જો તમે પોતાની જૂની કાર વેચો છો તો તેની રિસેલ વેલ્યૂ તે વાત પર નિર્ભર કરે છે કે કાર કઈ બ્રાન્ડની છે, તેનું મોડલ કયું છે, તેની મેન્ટેનેંસ અને કન્ડીશન કેવી છે. જોકે, ભારતીય રસ્તાઓ પર અમુક કાર એવી છે જેણે તમે 5 વર્ષ સુધી ચલાવ્યા પછી પણ વેચો છો તો તેની રિસેલ વેલ્યૂ ઘણી વધારે રહે છે. આજે અહીં તમને એવી જ અમુક કાર વિશે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મારૂતિ સુઝુકી સ્વિફ્ટ (Maruti Suzuki Swift)
મારૂતિ સુઝુકી સ્વિફ્ટ એક સારી માઈલેજવાળી કાર છે. તેનો મેન્ટેનસ ખર્ચ પણ ઘણો ઓછો છો અને દેશભરમાં મજબૂત સર્વિસ નેટવર્કના કારણે તેની રીસેલ વેલ્યૂ ઘણી વધારે છે. 


રીસેલ વેલ્યૂ: 5 વર્ષ પછી પણ 60-70 ટકા કીમત યથાવત રહે છે


2. ટોયોટા ઈનોવા ક્રિસ્ટા (Toyota Innova Crysta)
ટોયોટા ઈનોવા ક્રિસ્ટામાં ગ્રાહકોને એક દમદાર એન્જિન, વિશ્વસનીય પરફોર્મન્સ અને લોન્ગ લાઈફ મળે છે. જેના કારણે ગ્રાહકોની વચ્ચે આ કાર ઘણી પોપુલર છે અને તેના માટે ઘણી સારી રીસેલ વેલ્યૂ મળે છે.


રીસેલ વેલ્યૂ: આ એમપીવી 5 વર્ષ પછી પણ 70ટકા સુધીની કિંમત પર વેચાય છે.


3. મહિન્દ્રા થાર (Mahindra Thar)
મહિન્દ્રા થારમાં ગ્રાહકોને શાનદાર ઓફ રોડિંગ કેપેબિલિટી મળે છે, સાથે સાથે તેમાં દમદાર એન્જિન અને એક મજબૂત બિલ્ડ ઓફર કરવામાં આવે છે. 


રીસેલ વેલ્યૂ: 5 વર્ષ પછી પણ 65-75 ટકા સુધીની કીંમત પર વેંચી શકાય છે.


4. હ્યુન્ડાઇ ક્રેટા (Hyundai Creta)
હ્યુન્ડાઇ ક્રેટાનો અવિશ્વસનીય ભરોસા સાથે પરફોર્મન્સ અને આકર્ષક ડિઝાઈન આ માર્કેટમાં ઘણી પોપુલર બનાવે છે, એટલું જ નહીં, તેમાં પ્રીમિયમ ફીચર્સ અને દમદાર પરફોર્મન્સ પણ મળે છે.


રીસેલ વેલ્યૂ: 60-65 ટકા કીંમત જળવાઈ રહે છે.


5. મારૂતિ સુઝુકી બલેનો (Maruti Suzuki Baleno)
આ કાર તમને દરેક જગ્યાએ જોવા મળી જશે અને તેના પાછળનું કારણ છે તેની દમદાર માઈલેજ અને સસ્તુ મેન્ટેનસ.


રીસેલ વેલ્યૂ: 5 વર્ષ પછી પણ 60-65 ટકા સુધી કિંમત મળી શકે છે.