ઝી મીડિયા/બ્યૂરો :રોજિંદા જિંદગીમાં રૂપિયાની જરૂરિયાત અનુભવી રહેલા લોકો બેંકમા રહેલા રૂપિયાને કાઢવા માટે એટીએમ (ATM) જાય છે. અનેકવાર એટીએમમાં એવુ કંઈક થાય છે કે, જેનો અહેસાસ તમને તરત થતો નથી, પણ બીજી તરફ તમારા એકાઉન્ટમાંથી કેટલાક રૂપિયા ઉડી જાય છે. એવી સ્થિતિ આવે જ નહિ, તેના માટે સતર્કતા દાખવવી જરૂરી છે. આપણે એટીએમનો યોગ્ય ઉપયોગ અને તેની સાથે જોડાયેલ જરૂરી બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. એટીએમનો ઉપયોગ કેવી રીતે કરવો, તેના વિશે બેંક સમય સમય પર તમને સલાહસૂચન આપતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ક્રીન પર વેલકમ મેસેજનું ધ્યાન રાખો
એટીએમમાંથી રૂપિયા કાઢતા કે કોઈ અન્ય પ્રકારના ટ્રાન્ઝેક્શન કરતા સમયે સૌથી પહેલા એ જરૂર દેખી લો કે, સ્ક્રીન પર વેલકમ મેસેજ ડિસ્પ્લે થઈ રહ્યો છે. એટીએમનું PIN ગુપ્ત હોય છે, તેથી ધ્યાન રાખો કે પિન નાંખતા સમયે તમારી આસપાસ કોઈ ન રહે.


શ્રદ્ધા કપૂરની માસીના ન્યૂડ સીનને જોવા માટે બ્લેકમાં વેચાઈ હતી ટિકીટ


મોબાઈલ નંબર પર એસએમએસ ચેક કરો
ATMમાંથી ટ્રાન્ઝેક્શન પૂરી થયા બાદ વેલકમ સ્ક્રીન આવવા સુધીની રાહ જુઓ. જો તમે રૂપિયા કાઢ્યા છે તો ચેક કરો કે બેંક ખાતાથી લિંક્ડ મોબાઈલ નંબર પર એસએમએસ આવ્યો છે કે નહિ. જો તમારા એકાઉન્ટમાંથી રૂપિયા કપાવાનો મેસેજ આપે છે અને આ ટ્રાન્ઝેક્શન તમે નથી કર્યું તો તેની સૂચના તાત્કાલિક બેંકને આપો. 


સંદિગ્ધ લોકોથી સાવધાન
એટીએમની આસપાસ સંદિગ્ધ લોકોથી સાવધાન રહો. જો કોઈ વાતચીતમાં તમારું ધ્યાન બીજી તરફ દોરવા માંગે છે તો સંભાળી જાઓ. શક્ય છે કે એ વ્યક્તિ તમારા જયા બાદ તમારા એકાઉન્ટ સાફ કરી શકે છે.


કાર્ડ નાંખવાનો સ્લોટ અલગ લાગે તો સાવધાન
જો ATM માં કાર્ડ નાંખવાનો સ્લોટ કંઈક અલગ જેવુ લાગે તો સચેત રહો. શક્ય છે કે કોઈ ડિવાઈસ અલગથી તમારા કાર્ડની રીડ કરવા માટે લગાવવામાં આવ્યું હોય. PIN અને તમામ માહિતી આપ્યા બાદ પણ રૂપિયા નથી નીકળ્યા કે સ્ક્રીન પર ‘કેશ નથી’નો મેસેજ નથી આવ્યો તો બેંકને તેની માહિતી તાત્કાલિક આપો. 


ATMની અંદર આ કામ ન કરો
એટીએમમાં રૂપિયા કાઢવા દરમિયાન કોઈ પણ બીજા વ્યક્તિની મદદ ન લો. ATM કે ડેબિટ કાર્ડ પર તેમનો PIN લખીને ન રાખો. ATM કે ડેબિટ કાર્ડનો પિન બિલકુલ પ્રાઈવેટ હોય છે. પિન વિશે ન તો બેંક કર્મચારીઓને બતાવો, ન તો તમારા ઘરની કોઈ વ્યક્તિને...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર