નવા વર્ષ પહેલા લોન્ચ થશે આ શાનદાર કાર, જાણે તેની કિંમત અને ફિચર્સ
નવા વર્ષમાં પહેલા એટલે કે નવેમ્બર, અને ડિસેમ્બર મહિનામાં કેટલીક SUV કાર બજારમાં લોન્ચ થવા જઇ રહી છે.
નવી દિલ્હી: નવા વર્ષ પહેલા એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કેટલીય નવી એસયુવી કાર બજારમાં લોન્ચ થવાની છે. આ કારોમાં લાંબા સમય સુધીથી રાહ જોવાઇ રહી હતી. ગત મહિને સેન્ટ્રોએ ભારતીય બજારમાં ફરીએક વાર ધમાકેદાર એન્ટ્રી મારી છે. અમે ટાટા હૈરિયર એસયૂવી અને નિશાન ફિક્સની એક જલક પણ જોવા મળી હતી. હજી પણ કેટલીય કારો લેન્ચ થવાની આશા છે, જેમાં મારૂતિ સુજુકી, મહિન્દ્રા અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. આવો જોઇએ લોન્ચ થનારી કાર અંગેની થોડી માહિતી.
1.મહિન્દ્રા એલતુરસ G4
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની નવી લક્ઝરી કાર મહિન્દ્રા એલતુરસ જી4ની પ્રી-બુકિંગ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પહેલા કોડ નામ 400થી ઓળખવામાં આવતી હતી. કંપનીએ એસયુવીને 24 નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. મહિન્દ્રા આલ્ટૉરસ સાંગયોંગની રેક્સટૉન પ્લેટફોર્મ પર આધારિત છે. આ કારને ભારતમાં એસયુવી 500થી ઉંપરની રેન્ક આપવામાં આવી છે. કાર માટે કંપનીએ નવી ડિઝાઇન તૈયાર કરી હતી. પંરંતુ ગ્રીલને કંપનીએ મહિન્દ્રા પરિવાર વાળોજ લુક આપ્યો છે. કારના લુક પાછળ માત્ર થોડો બદલાવ કરવામાં આવ્યો છે. કંપનીએ તેને હાઇએન્ડ એસયુવીના કર્મમાં રાખી છે.જેથી તેનો સીધો મુકાબલો 30 લાખ કરતા વધુની એસયુવી કાર સાથે થશે.
2.મારૂતિ સુજુકી અર્ટિકા
મારૂતિ સુજુકીની બીજી જનરેશનમાં આર્ટિકા 21 નવેમ્બર 2018માં લોન્ચ થઇ શકે છે. ફરી એકવાર કંપની આ કારને નવા અવતારમાં લોન્ચ કરવા જઇ રહી છે. નવી આર્ટિકા હાલના મોડલ કરતા પહોળી અને લાંબી છે. પરંતુ તેનો વ્હીલબેઝ 2740એમએસ રાખવામાં આવ્યો છે. તેના ઓછા વજન વાળા હાઇટેક પ્લેટફોર્મા પર બનાવામાં આવી છે. અને આશા રાખવામાં આવી રહી છે, કે હાલના મોડલની સરખામણીએ તે હલ્કી અને મજબૂત હશે. આ સિવાય કારના ઇન્ટીરીયરને પણ અપડેટ કરવામાં આવ્યું છે. આ કાર પેટ્રોલ અને ડિઝલ એમ બંન્ને વેરિએન્ટમાં લોન્ચ કરવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. નવી આર્ટિકાની કિંમત 6.34 લાખ રૂપિયાથી 10.69 લાખ રૂપિયાની વચ્ચે રાખવાની સંભાવનાઓ છે.
3. ટાટા હૈરિયર
ટાટા મોટર્સની આગામી એક્સયૂવી હૈરિયરની પ્રિ બુકિંગ ઓક્ટોમ્બર મહિનાથી શરૂ કરી દેવામાં આવશે. આ લક્ઝુરીયસ કાર આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. હૈરિયર 5 સીટર વાળી મોનોકોક એસયુવી હશે. તેને લેન્ડ રોવર ડી 8 આર્કિટેક્ચર દ્વારા પ્રેરિત નવા જનરેશન આર્કિટેક્ચરના આધારે તૈયાર કરવામાં આવી છે. કંપની હૈરિયરે જગુઆર અને લેન્ડરોવર સાથે મળીને તૈયાર કરી રહી છે. હેરિયર ભારતીય એસયુવી સેગમેન્ટમાં ટાટા મોટર્સની સ્થિતિને વધારે મજબૂત બનાવશે. હૈરિયરમાં 2.0 લીટરનું Kryotec, 4 સિલિન્ડર ડીઝલ એન્જિન હશે. જો 140 bhpનો પાવર જનરેટ કરશે. આ કારની ભારતમાં કિંમત 12 લાખ રૂપિયાથી શરૂ થઇ શકે છે.