FB પર `ઔકાત`થી બહારના ફોટા શેર કરશો નહી, પડી શકે છે ઇનકમ ટેક્સની રેડ
જો તમે પણ ફેસબુક પોતાની ટ્રિપ અથવા પાર્ટીના ફોટા શેર કરો છો તો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજર તમારા પર પડી શકે છે. જી હા ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા હવે એવા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. જેથી તમારે ટેક્સ ચોરી કરવી અશક્ય તો નહી પરંતુ મુશ્કેલ જરૂર થઇ જશે. ઇનકમ ટેક્સ વિભાગ (આઇટી) ટેક્સ ચોરી પર લગામ કસવા માટે 1 એપ્રિલથી બિગ ડેટા એનાલિટિક્સનો યૂઝ કરવા માટે જઇ રહ્યા છે.
નવી દિલ્હી: જો તમે પણ ફેસબુક પોતાની ટ્રિપ અથવા પાર્ટીના ફોટા શેર કરો છો તો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજર તમારા પર પડી શકે છે. જી હા ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા હવે એવા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. જેથી તમારે ટેક્સ ચોરી કરવી અશક્ય તો નહી પરંતુ મુશ્કેલ જરૂર થઇ જશે. ઇનકમ ટેક્સ વિભાગ (આઇટી) ટેક્સ ચોરી પર લગામ કસવા માટે 1 એપ્રિલથી બિગ ડેટા એનાલિટિક્સનો યૂઝ કરવા માટે જઇ રહ્યા છે.
BAJAJ લોન્ચ કરશે સૌથી પાવરફૂલ બાઇક, જાણો શું હશે કિંમત અને ફીચર્સ
1 હજાર કરોડનો કાર્યક્રમ શરૂ થશે
'પ્રોજેક્ટ ઇનસાઇટ' નામના 1 હજાર કરોડના કાર્યક્રમ દ્વારા લોકોના સોશિયલ નેટવર્કિંગ પ્રોફાઇલ પર નજર રાખવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવતા ફોટા અને વીડિયો દ્વારા ખર્ચ કરવાની રીતની તપાસ કરવામાં આવશે. જો કોઇ વ્યક્તિ દ્વારા જાહેર કરવામાં આવેલી આવકના મુકાબલે ખરીદી અને મુસાફરી ખર્ચમાં અંતર મળે તો ઇનકમ અધિકારીઓને તેના વિશે આપવામાં આવશે, ત્યારબાદ તે વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવશે.
આજથી સસ્તા મળશે ઘર, રિયલ એસ્ટેટ પર ઘટેલો GST લાગૂ
15 માર્ચથી મળ્યા સોફ્ટવેરના એક્સેસ
સૂત્રોના અનુસાર ઇનકમ ટેક્સ વિભાગે 15 માર્ચથી ઇનકમ ટેક્સ અધિકારીઓને સોફ્ટવેર એક્સેસ આપ્યા છે. કેસની જાણકારી ધરાવનાર એક સૂત્રએ જણાવ્યું કે 'જો તમે વિદેશ યાત્રા કરી રહ્યા છો અને સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરી રહ્યા છો અથવા મોંઘી કાર ખરીદી રહ્ય છો, જે રિટર્ન દાખલ કરવામાં નોંધાયેલ ઇનકમના સાધનોથી બહાર કરવામાં આવી છે, તો ઇનકમ ટેક્સ વિભાગ તેનું વિશ્લેષણ કરીને બિગ ડેટાનો યૂઝ કરી શકે છે અને તેની ઇનકમ અને ખર્ચની વિસંગતતાની તપાસ કરી શકે છે.
માસ્ટર ફાઇલનો ઉપયોગ થઇ શકે છે
સૂત્રોએ જણાવ્યું કે 'ઇનકમ ટેક્સ વિભાગ એક માસ્ટર ફાઇલનો પણ ઉપયોગ કરી શકે છે જેમાં વ્યક્તિઓ અને કોર્પોરેટ સંબંધમાં સમગ્ર વિવરણ અને મહત્વપૂર્ણ સૂચનાઓ હશે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ ચોરી કરનારાઓને પકડવાનો અને રિટર્ન દાખલ કરવા અને ટેક્સ ચૂકવનારાઓની સંખ્યામાં વધારો કરવાનો છે. ઇનસાઇટ પ્રોજેક્ટમાં કન્સોલિડેટેડ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ હશે જેથી યોગ્ય સમયે યોગ્ય પગલાં ભરવામાં મદદ માટે મશીન લર્નિંગને ઉપયોગ કરવામાં આવશે.
ઘટી શકે છે તમારો EMI, આરબીઆઇ ઘટાડી શકે છે રેપો રેટ
ટેક્સ ચોરી પર લગામ કસવા માટે બિગ ડેટાનો ઉપયોગ કરવા માટે બેલ્ઝિયમ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સમૂહમાં ભારત સામેલ થવા જઇ રહ્યો છે. બ્રિટનમાં 2010માં ટેક્નોલોજી શરૂઆત થયા બાદથી આ સિસ્ટમથી લગભગ 4.1 અરબ પાઉન્ડના રાજસ્વના નુકસાન પર લગામ કસી છે.