આ તારીખો પર ભૂલેચૂકે ન કરો ATMનો ઉપયોગ, ખાતા ખાલી થઈ જવાનો ડર
ડેબિટ કાર્ડના ઉપયોગમાં થયેલી નાનકડી બેદરકારી પણ ગ્રાહકો માટે જીવનભરનો પસ્તાવો બની રહે છે.
નવી દિલ્હી: ડેબિટ કાર્ડના ઉપયોગમાં થયેલી નાનકડી બેદરકારી પણ ગ્રાહકો માટે જીવનભરનો પસ્તાવો બની રહે છે. આજકાલ એવો એક પણ દિવસ નથી જતો કે ડેબિટ કાર્ડના ક્લોનિંગ દ્વારા ઠગાઈના લોકો શિકાર ન થયા હોય. સાઈબર એક્સપર્ટની વાત માનીએ તો ડેબિટ કાર્ડ ક્લોનિંગ કરનારા ઠગ દિવસ કે કેટલીક ખાસ તારીખો પર લોકોને પોતાના શિકાર વધુ બનાવે છે. આ તારીખો છે દર મહિનાની ચોથી કે પાંચમી તારીખ. તેની પાછળ સાઈબર એક્સપર્ટનો તર્ક એ છે કે મોટા ભાગના લોકોના પગાર મહીનાના આખરી દિવસોમાં કે પછી મહિનાના પહેલા દિવસે આવતો હોય છે. મોટા ભાગના લોકો પોતાની બેંક લોનના ઈન્સ્ટોલમેન્ટની ચૂકવણી ચાર કે પાંચ તારીખો પર કરતા હોય છે. હેકર્સને માલુમ હોય છે કે પગાર આવ્યા બાદ મોટા ભાગના લોકો એકથી ચાર તારીખની અંદર રોજબરોજના ખર્ચા માટે એટીએમમાંથી રૂપિયા કાઢે છે. આથી હેકર્સ 30 કે 31 તારીખના રોજ એટીએમ મશીનમાં ક્લોનિંગ માટે ઉપયોગમાં લેવાતી સ્ક્રિમર ડિવાઈઝ ફીટ કરી દે છે. મોટાભાગના હેકર્સ એકથી બે દિવસ બાદ સ્ક્રિમરને એટીએમમાંથી કાઢી લે છે. જેનાથી કોઈને શક જાય તે પહેલા તેમની પાસે ડેબિટ કાર્ડનો ડેટા ઉપલબ્ધ થઈ જાય છે.
કેવી રીતે થાય છે ડેબિટ કાર્ડનું ક્લોનિંગ
કાર્ડ ક્લોનિંગ માટે સ્ક્રિમર નામના એક ઉપકરણની મદદ લેવાય છે. કાર્ડ ક્લોનિંગના ગોરખધંધા સાથે જોડાયેલી ટીમ એટીએમના મેગ્નિટિક સ્ક્રિપ્ટ રીડર (જ્યાં ડેબિટ કાર્ડને એટીએમમાં ઈન્સર્ટ કરાય છે)ની ઉપર સ્ક્રીમરને ચીપકાવી દેવાય છે. જેવો કોઈ વ્યક્તિ પોતાનું કાર્ડ એટીએમના મેગ્નેટિક સ્ક્રિપ્ટ રીડરમાં ઈન્સર્ટ કરે છે કે સ્ક્રીમર તેમાં નોંધાયેલા એટીએમ કાર્ડ અને એક્સપાયરી ડેટ રીડ કરી સ્ટોર કરી લે છે. ત્યારબાદ હેકર્સ સ્ક્રીમરને એટીએમ મશીનથી કાઢીને કાર્ડ રીડર એન્ડ રાઈટરની મદદથી એક નવું એટીએમ કાર્ડ બનાવી લે છે. આવા અનેક મામલા પણ સામે આવ્યાં છે જેમાં એટીએમને ખોલ્યા બાદ સ્ક્રીરને મશીનની અંદર લગાવવામાં આવ્યું હતું.
કેવી રીતે મેળવવામાં આવે છે પાસવર્ડ
એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવવા માટે હિડન કેમેરાની મદદ લેવામાં આવે છે. આ હિડન કેમેરાને એટીએમની સિલિંગ કે કી પેડની ઉપર લગાવવામાં આવે છે. જેવો કોઈ પોતાનો પાસવર્ડ એટીએમ મશીનના કી પેડ પર નાખે છે કે હિડન કેમેરા સમય સાથે આંગળીઓની હરકત પણ કેમેરામાં કેદ કરી લે છે. ત્યારબાદ સ્ક્રીમર અને કેમેરાના ટાઈમિંગને મેળવીને માહિતી મેળવવામાં આવે છે કે કયા કાર્ડનો પાસવર્ડ કયો છે. મોટાભાગની ગેંગ ક્લોન કાર્ડ પર માર્કરથી તેનો પિન નાખી દે છે. જેનાથી તેઓ અલગ અલગ જગ્યાથી અલગ અલગ સમય પર રૂપિયાને સરળતાથી કાઢી શકે.
આ જગ્યાઓ ઉપર પણ થાય છે કાર્ડ ક્લોનિંગની સંભાવના
સાઈબર એક્સપર્ટના જણાવ્યાં મુજબ નાની દુકાનો, પેટ્રોલ પંપ, અને રેસ્ટોરામાં પણ કાર્ડ ક્લોનિંગની સંભાવના રહે છે. હકીકતમાં મોટાભાગના લોકો પેટ્રોલ પંપ કે રેસ્ટોરામા્ં પોતાનું કાર્ડ સ્વાઈપ કરાવવા માટે આપી દેતા હોય છે. કર્મચારી કાર્ડ લઈને જતો રહે છે. આ દરમિયાન પૂરેપૂરી શક્યતા રહે છે કે તે મેગ્નેટિક સ્ક્રિપ્ટ રીડરથી એટીએમ કાર્ડની ડીટેલ ચોરી કરી લે. ત્યાં તમારો પાસવર્ડ નાખો તે સમયે ચોરીથી તમારો પાસવર્ડ પણ નોંધ કરી લે.
અન્ય રાજ્યોમાં જઈને કરે છે ઉપયોગ
સાઈબર એક્સપર્ટના જણાવ્યાં મુજબ મોટાભાગના હેકર્સ જે રાજ્યમાંથી ડેટા ચોરી કરે છે તે રાજ્યમાં ક્લોન કરવામાં આવેલા કાર્ડનો ઉપયોગ કરતા નથી. હકીકતમાં હેકર્સ ભારતની પોલીસ વ્યવસ્થા અને કાર્યપ્રણાલીને બહુ સારી રીતે સમજતા હોય છે. તેઓ જાણે છે કે બીજા રાજ્યમાં કાર્ડના ઉપયોગ કરવાથી પકડાવવાના ચાન્સીસ ઓછા રહે છે. રાજ્યોની સરહદો સુધી સિમિત હોવાના કારણે પોલીસ તેમનો બહુ દૂર સુધી પીછો કરી શકે તેમ નથી.
ડેબિટ કાર્ડના ક્લોનિંગથી કેવી રીતે બચશો?
1. રૂપિયા કાઢવા માટે એ જ એટીએમની પસંદગી કરો કે જે બેંક પરિસરમાં હોય. આવામાં એટીએમમાં હિડન કેમેરા અને સ્ક્રીમર ફિટ કરવા સરળ હોતા નથી.
2. જ્યાં ગાર્ડ તહેનાત ન હોય કે ગાર્ડ એટીએમની બહાર બેસતો હોય તેવા એટીએમનો ઉપયોગ ન કરો. આવા એટીએમમાં ખુબ સરળતાથી સ્ક્રીમર અને હિડન કેમેરા લગાવી શકાય છે.
3. એટીએમના મેગ્નિટિક સ્ક્રિપ્ટ રીડરમાં કાર્ડ નાખતા પહેલા જોઈ લો કે તેમાં કોઈ ચીજ ચિપકાવેલી તો નથીને. જે એટીએમના મેગ્નિટિક સ્ક્રિપ્ટ રીડર બહાર નીકળેલા છે તેને એકવાર હળવી રીતે બહાર ખેંચીને જોઈ લો. જો કવર જેવી કોઈ ચીજ બહાર આવે તો એ એટીએમનો ઉપયોગ ન કરો. તત્કાળ તેની જાણકારી પોલીસને આપો.
4. અનેકવાર હેકર્સ સ્ક્રીમર એટીએમ મશીન ખોલીને અંદર લગાવી દે છે. આવામાં જરૂરથી ધ્યાન આપો કે એટીએમની સીલિંગ કે કી બોર્ડ પાસે કોઈ કેમેરા તો નથીને. જો હોય તો તેવા એટીએમનો ઉપયોગ ન કરો.
5. રેસ્ટોરા કે પેટ્રોલ પંપ ઉપર નજર સામે જ કાર્ડ સ્વાઈપ કરાવો અને પાસવર્ડ નાખવામાં ખુબ સાવધાની રાખો.
6. કોશિશ કરો કે દર મહિને તમારું ડેબિટ કાર્ડ અને પાસવર્ડ બદલી શકાય. જેનાથી તમારું ડેબિડ કાર્ડ ક્લોન થઈ ગયું હશે તો પણ પિન બદલાઈ જવાના કારણે તેનો ઉપયોગ રોકી શકાશે.
7. જો કોઈ બેંક ટ્રાન્ઝેક્શન બાદ તમારા મોબાઈલ પર તેનો મેસેજ ન આવે તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરો. તમે તત્કાળ બેંક કસ્ટમર કેરમાં વાત કરીને મેસેજિંગ સર્વિસ ચાલુ કરાવો. તમારા ખાતાની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે.
8. ડેબિટ કાર્ડની જાણકારી કોઈની સાથે શેર ન કરો. કોઈની ઉપર ભરોસો કરીને માહિતી ન આપો.
9. જો ક્યારેક એવું બને કે સ્વાઈપ કર્યાબાદ કોઈ દુકાનદાર એમ કહે કે મશીન કામ નથી કરતી અને બીજા મશીનથી તમારું કાર્ડ સ્વાઈપ કરાવું તો તે ઘટનાની નોંધ રાખો. આવા કેસોમાં ક્લોનિંગની સંભાવના રહે છે. જો તમારી સાથે કોઈ ઠગી થાય તો પોલીસને તરત તે અંગે જાણકારી આપો.
10. પેટ્રોલ પંપ, રેસ્ટોરા, વગેરે જગ્યાએ નજર સામે જ કાર્ડ સ્વાઈપ કરાવો, અને પાસવર્ડ નાખતી વખતે એક હાથથી ઢાંકીને પિન નાખો.