Walmart અને HDFC બેંકે લોન્ચ કર્યું ક્રેડિટ કાર્ડ, આટલા દિવસ માટે મળશે વગર વ્યાજે મળશે લોન
વોલમાર્ટ ઇન્ડીયાએ પોતાના ભાગીદારો માટે એક ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી છે. વોલમાર્ટે આ આ ક્રેડિટ કાર્ડ એચડીએફસી બેંકની સાથે મળીને જાહેર કર્યું છે. વોલમાર્ટની હોલસેલ દુકાનોમાંથી ખરીદી કરનાર બેસ્ટ મોર્ડન હોલસેલના સભ્યો આ કાર્ડનો ઉપયોગ કરી શકશે.
હૈદ્બાબાદ: વોલમાર્ટ ઇન્ડીયાએ પોતાના ભાગીદારો માટે એક ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી છે. વોલમાર્ટે આ આ ક્રેડિટ કાર્ડ એચડીએફસી બેંકની સાથે મળીને જાહેર કર્યું છે. વોલમાર્ટની હોલસેલ દુકાનોમાંથી ખરીદી કરનાર બેસ્ટ મોર્ડન હોલસેલના સભ્યો આ કાર્ડનો ઉપયોગ કરી શકશે. વોલમાર્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ ક્રિશ ઐયર અને એચડીએફસી બેંકના પેમેન્ટ્સ બિઝનેસ તથા માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવ દ્વારા ‘બેસ્ટ પ્રાઇઝ’ સ્ટોર ખાતે આ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, આ કાર્ડને સમગ્ર ભારતમાં આવેલ અન્ય 26 ‘બેસ્ટ પ્રાઇઝ’ મોર્ડન હૉલસેલ સ્ટોર ખાતે પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું.
આ કાર્ડમાં આ સભ્યો માટે ખાસ સુવિધા આપવામાં આવી રહી છે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા 50 દિવસ સુધી વગર વ્યાજે લોનની સુવિધા આપવામાં આવી રહી છે. વોલમાર્ટ અને એચડીએફસી બેંક દ્વારા ભાગીદારીમાં જાહેર કરવામાં આવ્યું છે. આ ક્રેડિટ કાર્ડ હોલસેલ વેચાણ કેંદ્વોમાંથી ખરીદી કરનાર સભ્યોનીની સરળતા માટે છે. તેનાથી ખરીદી કરનારાઓને મદદ મળશે.
આ ક્રેડિટ કાર્ડ લઇને વોલમાર્ટના સીઇઓ અને ચેરમેન કૃષ્ણ ઐયરે ઘણી જાણકારી આપી હતી. ક્રિશ ઐયરએ જણાવ્યું હતું કે, ‘આ સહભાગીદારી અમારા સભ્યો, ખાસ કરીને કરિયાણા અને અન્ય નાના વ્યવસાયીઓને સમૃદ્ધ થવા માટેની અમારી કટિબદ્ધતા દર્શાવે છે. તેનાથી સભ્યોને તેમની વ્યવસાયની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં તથા સ્ટોરમાં વધુ સમય ગાળવામાં અને તેમના ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં મદદ મળી રહેશે. આ કાર્ડ મારફતે ચૂકવણીઓ કરીને અમારા સભ્યો ડિજિટલ અર્થતંત્ર તરીકે ભારતના વિકાસમાં યોગદાન આપી રહ્યાં છે. અમે દેશમાં શૅર્ડ વેલ્યૂનું સર્જન કરવાના પગલાં લઇને આનંદ અનુભવીએ છીએ. ’
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube