નવી દિલ્હી: બેંક (Bank)આજકાલ એકાઉન્ટ પર ઘણા પ્રકારના ઓપરેશન ચાર્જ વસૂલે છે. જો તમારી પાએ એક કરતાં વધુ બેંક સેવિંગ એકાઉન્ટ (Savings Account)છે તો સ્પષ્ટ છે કે વધુ ચાર્જ બેંકોને આપવો પડશે. નાણાકીય એડવાઇઝર પણ સલાહ આપે છે કે જરૂર કરતાં વધુ સેવિંગ એકાઉન્ટ ન રાખવા જોઇએ. જો તમને પણ લાગે છે કે તમારી પાસે બિનજરૂરી સેવિંગ એકાઉન્ટ્સ છે તો તમે તેને ક્લોઝ કરાવી શકો છો. તેના માટે કેટલીક પ્રક્રિયા અપનાવતાં હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રી તે ખુલી જાય છે બધા ખાતા
આજના જમાનામાં ઘણા લોકો એકથી વધુ બેંક એકાઉન્ટ રાખે છે. તેને જરૂરિયાત સમજો કે પછી મજબૂરી. એક સામાન્ય વ્યક્તિ માટે આ મુશ્કેલીનું કારણ બની શકે છે, પરંતુ જો તમે એક બિઝનેસમેન છો અને દિવસભર પૈસાની લેણદેણ લાખો કરોડોમાં કરો છો તો આ તમારા માટે ફાયદાકારક છે. સેવિંગ્સ એકાઉન્ટને બંધ કરાવતાં પહેલાં તેની સમીક્ષા કરવાની જરૂર છે. તેમાં એ જુઓ કે તે એકાઉન્ટમાં ક્યાંક તમારી લોનના ઇએમઆઇ તો કપાતા નથી, અથવા રોકાણના પૈસા તો કપાતા નથી અથવા પછી કોઇ ટ્રેડિંગ એકાઉન્ટ તો લિંક્ડ નથી. જો આમ ન હોય તો તમે તે એકાઉન્ટને બંધ કરી શકો છો. એકાઉન્ટ બંધ કરતી વખતે તમારે ડી-લિજિંગ એકાઉન્ટ ફોર્મ ભરવું પડી શકે છે. 

1 જાન્યુઆરીથી મોંઘું થશે UPI વડે ટ્રાંજેક્શન, આપવો પડશે Extra Charge


ખાતું બંધ કરતાં પહેલાં જીરો કરો બેલેન્સ
જ્યારે તમે નક્કી કરી લો છો કે તમારે કયું બેંક સેવિંગ એકાઉન્ટ બંધ કરવું છે તો તે એકાઉન્ટમાંથી બધા પૈસા નિકાળી દો. આ કામ તમે એટીએમ અથવા ઓનલાઇન ટ્રાંસફરની મદદ વડે કરી શકો છો.


બેંકમાં જઇને ભરો ક્લોઝર ફોર્મ
તમારું બેંક એકાઉન્ટ બંધ કરાવવા માટે તમારે બ્રાંચમાં જઇને ક્લોઝર ફોર્મ ભરવું પડશે. તમારે એ પણ જણાવવું પડશે કે તમે તમારું સેવિંગ એકાઉન્ટ કેમ બંધ કરાવી રહ્યા છો. જો તમારા ખાતામાં પૈસા છે અને તમે તેને કોઇ બીજા એકાઉન્ટમાં ટ્રાંસફર કરવા માંગો છો તો તમારે એક વધુ ફોર્મ ભરવું પડશે. 


જમા કરવી પડશે ચેકબુક, પાસબુક અને ડેબિટ કાર્ડ 
જો તમે તમારું સેવિંગ એકાઉન્ટ બંધ કરાવવા જઇ રહ્યા છો તો ઉપયોગ ન કરેલી ચેકબુક, પાસબુક અને ડેબિટ કાર્ડ જરૂર સાથે લઇ જાવ. ક્લોઝર ફોર્મ સાથે બેંક તમારી પાસે આ ત્રણે વસ્તુ જમા કરાવવા માટે કહી શકે છે. 


આ રીતે લાગે છે ક્લોજિંગ ચાર્જ
સામાન્ય રીતે સેવિંગ્સ એકાઉન્ટ ઓપન કરાવવાના 14 દિવસમાં તેને બંધ કરાવતાં બેંક કોઇ ચાર્જ લેતી નથી. 14થી 1 વર્ષના સમયગાળા દરમિયાન એકાઉન્ટ બંધ કરાવતાં તમારે ક્લોઝર ચાર્જ ચૂકવવવો પડી શકે છે. એક વર્ષથી જૂના ખાતાને બંધ કરાવતાં બેંક સામાન્ય રીતે કોઇ ચાર્જ લેતી નથી. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube