mutual fund scheme: મ્યુચુઅલ ફંડ્સ અને શેર બજારને લઈને એક્સપર્ટ હંમેશા તે સહાલ આપે છે કે ઈન્વેસ્ટર ઈન્વેસ્ટમેન્ટ હંમેશા લોન્ગ ટર્મને ધ્યાનમાં રાખી કરે. આ સાથે સતત રોકાણ કરવું જોઈએ. તેનાથી વધુ રિટર્ન મળવાની સંભાવના રહે છે તો ફંડ પણ મોટુ બની જાય છે. આજે એક એવા મ્યુચુફલ ફંડના વિષયમાં જણાવીશું જેણે ઈન્વેસ્ટરોને 10,000 રૂપિયાના સાતત્યપૂર્ણ રોકાણથી કરોડપતિ બનાવી દીધા છે. આવો જાણીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Franklin India Focused Equity Fund 16 વર્ષ પહેલા 2007માં લોન્ચ થયું હતું. ત્યારથી અત્યાર સુધી આ ફંડ 14.33 ટકા CAGR નું રિટર્ન આપવામાં સફળ રહ્યું છે. તેવામાં જો કોઈ ઈન્વેસ્ટરે છેલ્લા એક વર્ષ દરમિયાન 10,000 રૂપિયાનું મહિને રોકાણ કર્યું હોત તો આજે તેનું રિટર્ન વધીને 1.46 લાખ રૂપિયા થઈ ગયું હોત. છેલ્લા એક વર્ષ દરમિયાન આ ફંડે 36.55 ટકાનું રિટર્ન આપ્યું છે.


10 વર્ષમાં કેટલું રિટર્ન?
કોઈ ઈન્વેસ્ટરે જો ત્રણ વર્ષની એસઆઈપી લીધી હોત તો તેને 3.6 લાખ રૂપિયાના રોકાણ પર 4.96 લાખનું રિટર્ન મળી ગયું હોત. આ રીતે પાંચ વર્ષ સુધી રોકાણ કરનારને 10.26 લાખ રૂપિયાનું રિટર્ન મળ્યું હોત.


આ પણ વાંચોઃ 1 વર્ષમાં પૈસા કર્યા ડબલ, એક્સપર્ટે કહ્યું- 1000 રૂપિયા પર જશે ભાવ


ઈન્વેસ્ટરો બન્યા કરોડપતિ
છેલ્લા 10 વર્ષમાં આ ફંડમાં રેગુલર 10000 રૂપિયાનું રોકાણ કરનાર વ્યક્તિને 12 લાખ રૂપિયાના રોકાણ પર 36.47 લાખ રૂપિયાનું રિટર્ન મળ્યું હોત. તો 20 વર્ષથી આ ફંડમાં વિશ્વાસ વ્યક્ત કરનાર ઈન્વેસ્ટરને અત્યાર સુધી 20 લાખના રોકાણ પર 97.58 લાખ રૂપિયાનું ટોટલ રિટર્ન મળ્યું છે. 


(મ્યુચુફલ ફંડ્સ બજારના જોખમોને અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)