Beneficial Scheme For Farmers: આ યોજનાથી બદલાઈ જશે ખેડૂતોનું જીવન, ડબલ થઈ જશે પૈસા!
Kishan Vikash Patra: ભારત દેશ એક ખેતી પ્રાધાન દેશ છે. આજે પણ દેશની મોટીભાગની વસ્તીનો એક તબક્કે ખેતીવાડીના વ્યવસાય પર નભે છે. એટલું જ નહીં ભારતમાંથી વિદેશમાં પણ આપણી ખેતપેદાશોનો નિકાસ કરીને સારો એવો આર્થિક લાભ મેળવવામાં આવે છે. આવી સ્થિતિમાં જગતનો તાત એટલેકે, ખેડૂતોની સ્થિતિ સુધારવા ખેડૂતોની આવક બમણી કરવાનું કેન્દ્રની મોદી સરકારે પ્રણ લીધેલું છે. જેના માટે સરકારની અનેક યોજનાઓ છે જે ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ કરી શકે છે.
Kishan Vikash Patra: આ પોસ્ટ ઓફિસ સ્કીમની મદદથી ખેડૂતો તેમના બચેલા પૈસા જમા કરાવી શકે છે. જ્યાં આ સ્કીમ બચતના પૈસા પર સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી આપે છે. આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે થોડા સમય પછી તેમાં રોકાયેલા પૈસા બમણા થઈ જાય છે. દેશના ખેડૂતોને આર્થિક રૂપે મજબૂત બનાવવા માટે સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે. આ યોજનાઓમાં એક યોજનાને કિસાન વિકાસ પત્ર યોજના છે. જેમાં ખેડૂતો પોતાની બચત માટે પૈસા જમા કરવી શકશે. આ યોજનામાં ખેડૂતોને પોતાના બચતના પૈસાની સંપૂર્ણ ગેરંટી આપવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોને મોટા પ્રમાણમાં વ્યાજ પણ મળે છે આ યોજનાની ખાસ વાત એ છે કે એક સમય પછી રોકાણ કરેલ પૈસા ડબલ થઈ જાય છે.
જાણો કિસાન વિકાસ પત્ર યોજનાની સંપૂર્ણ જાણકારી-
ઈન્ડિયન પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાંની કિસાન વિકાસ પત્ર યોજના તે એક છે. આ યોજનામાં ખેડૂતોને કોઈ પણ જોખમ વગર બચત માટેનો એક સરળ ઉપાય છે. આ યોજના તે માત્ર ખેડૂતો માટે બનાવવામાં આવી છે. આમાં પૈસા જમા કરવા માટે ખેડૂતને કિસાન પત્ર સર્ટિફિકેટ ખરીદવું પડશે. તમારે ઓછામાં ઓછા 1 હજાર રૂપિયા જમા કરવાના રહેશે. તો જ્યારે પૈસા જમા કરવાની કોઈ સીમા નથી હોતી. 50 હજાર રૂપિયાથી વધારે રકમ જમા કરવાની હોય તો પાન કાર્ડની જરૂર પડશે.
ઉલ્લેખનીય છેકે, ભારત દેશ એક ખેતી પ્રાધાન દેશ છે. આજે પણ દેશની મોટીભાગની વસ્તીનો એક તબક્કે ખેતીવાડીના વ્યવસાય પર નભે છે. એટલું જ નહીં ભારતમાંથી વિદેશમાં પણ આપણી ખેતપેદાશોનો નિકાસ કરીને સારો એવો આર્થિક લાભ મેળવવામાં આવે છે. આવી સ્થિતિમાં જગતનો તાત એટલેકે, ખેડૂતોની સ્થિતિ સુધારવા ખેડૂતોની આવક બમણી કરવાનું કેન્દ્રની મોદી સરકારે પ્રણ લીધેલું છે. જેના માટે સરકારની અનેક યોજનાઓ છે જે ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ કરી શકે છે.