6 કંપનીઓના IPO પર ભાગ્ય અજમાવવાની તક, પૈસા તૈયાર રાખે ઈન્વેસ્ટર, ફટાફટ ચેક કરો વિગત
IPO Updates: આઈપીઓમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. આ સપ્તાહે છ કંપનીના આઈપીઓમાં દાવ લગાવવાની તક મળશે. મહત્વનું છે કે તેમાંથી ત્રણ આઈપીઓ ઓપન થઈ ગયા છે, જ્યારે ત્રણ કંપનીના આઈપીઓ ખુલવાના છે.
IPO News: ઈન્વેસ્ટરોને નવા સપ્તાહે છ કંપનીઓના આઈપીઓમાં દાવ લગાવવાની તક મળશે. તેમાં ત્રણ કંપનીઓના આઈપીઓ ઓપન થશે. જ્યારે 3 કંપનીઓના આઈપીઓ ઓપન થઈ ગયા છે. તેમાં પ્રોપર્ટી શેર ઇનવિટ આઈપીઓ છે. આવો દરેક આઈપીઓની વિગત જાણીએ.
1- Agarwal Toughened Glass India Limited IPO
કંપનીનો આઈપીઓ 28 નવેમ્બરે ખુલ્યો હતો. તેમાં તમે 2 ડિસેમ્બર સુધી દાવ લગાવી શકો છો. આ આઈપીઓની સાઇઝ 62.64 કરોડ રૂપિયા છે. કંપની 58 લાખ ફ્રેશ શેર જારી કરી રહી છે. આઈપીઓની પ્રાઇસ બેન્ડ 105 રૂપિયાથી 108 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીનો જીએમપી 9 રૂપિયા પ્રતિ શેર છે.
2- Ganesh Infraworld NSE SME
ગણેશ ઈન્ફ્રાવર્લ્ડ આઈપીઓનું કદ રૂ. 98.58 કરોડ છે. કંપનીનો IPO સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ પર આધારિત હશે. IPO 29 ડિસેમ્બરે ખુલ્યો હતો. તે જ સમયે, આ IPO 3 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. તમને જણાવી દઈએ કે, IPOની પ્રાઇસ બેન્ડ 78 થી 83 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
3- Suraksha Clinic and Diagnostic IPO
આ મેનબોર્ડ આઈપીઓ છે. કંપનીના આઈપીઓની સાઇઝ 846.25 કરોડ રૂપિયાની છે. કંપની આઈપીઓ દ્વારા 1.92 કરોડ શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કરશે. કંપનીએ 420 રૂપિયાથી 441 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. મહત્વનું છે કે આઈપીઓ 3 ડિસેમ્બર સુધી ઓપન રહેશે.
4- Property Share REIT IPO
કંપનીના આઈપીઓની સાઇઝ 352.91 કરોડ રૂપિયાની છે. આઈપીઓ 2 ડિસેમ્બરે ઓપન થશે અને 4 ડિસેમ્બરે બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે 10 લાખથી 10.5 લાખ રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આઈપીઓના એક લોટમાં એક શેર છે.
આ પણ વાંચોઃ નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!
5- Nisus Finance Services IPO
કંપનીનો આઈપીઓ 4 ડિસેમ્બરે ઓપન થશે. કંપનીનો આઈપીઓ 6 ડિસેમ્બર સુધી ઓપન રહેશે. આઈપીઓ દ્વારા કંપની 114.24 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. Nisus Finance Services IPO ની પ્રાઇસ બેન્ડ 170 રૂપિયાથી 180 રૂપિયા છે. મહત્વનું છે કે ગ્રે માર્કેટમાં કંપનીના શેર 50 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે.
6- Emerald Tyre Manufacturers IPO
આ એસએમઈ કંપનીના આઈપીઓની પ્રાઇસ બેન્ડ 90 રૂપિયાથી 95 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીએ 1200 શેરનો એક લોટ બનાવ્યો છે. મહત્વનું છે કે આ આઈપીઓ 5 ડિસેમ્બરે ખુલશે અને 9 ડિસેમ્બરે બંધ થશે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)