આ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગત
IPO News: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. તેમાં 5 એસએમઈ કંપની છે અને ત્રણ મેનબોર્ડ આઈપીઓ છે.
IPO News Updates: શેરબજારમાં આ સપ્તાહે 8 કંપનીના આઈપીઓ ખુલવાના છે. આ કંપનીઓના લિસ્ટમાં પ્રીમિયર એનર્જી પણ સામેલ છે. આવો એક-એક કરી જાણીએ તે આઈપીઓ વિશે.
એસએમઈ આઈપીઓ
1- Vdeal System NSE SME
આ કંપનીએ ઈશ્યૂ પ્રાઇઝ 112 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીનો આઈપીઓ 27 ઓગસ્ટે ઓપન થશે. ઈન્વેસ્ટર પાસે 29 ઓગસ્ટ સુધી તેમાં દાવ લગાવવાની તક રહેશે. આ આઈપીઓ માટે રિટેલ ઈન્વેસ્ટરે 1,34,400 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
2- Jay Bee Laminations Limited IPO
આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 138 રૂપિયાથી 146 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીએ 1000 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે ઈન્વેસ્ટરે 146000 રૂપિયાનો દાવ લગાવવો પડશે. આઈપીઓ 27 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ઓપન રહેશે.
3- Paramatrix Technologies IPO
આ આઈપીઓની સાઇઝ 33.84 કરોડ રૂપિયા છે. કંપની ઈશ્યૂ દ્વારા 27.59 લાખ ફ્રેશ શેર જારી કરશે. આઈપીઓ 27 ઓગસ્ટે ખુલશે અને 29 ઓગસ્ટે બંધ થશે. મહત્વનું છે કે કંપનીએ આઈપીઓ માટે 110 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.
4- Aeron Composite Limited
ઈન્વેસ્ટરો માટે આઈપીઓ 28 ઓગસ્ટે ઓપન થશે. કંપનીએ 121 રૂપિયાથી 125 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. જેના કારણે ઈન્વેસ્ટરે 125000 રૂપિયાનો દાવ લગાવવો પડશે. મહત્વનું છે કે કંપનીએ આઈપીઓ માટે 1000 શેરનો એક લોટ બનાવ્યો છે.
5- Archit Nuwood Industries IPO
આ આઈપીઓની સાઇઝ 168.48 કરોડ રૂપિયાની છે. કંપની આઈપીઓ દ્વારા 62.4 લાખ ફ્રેશ શેર જારી કરશે. આઈપીઓ 28 ઓગસ્ટે ઓપન થશે અને 3 સપ્ટેમ્બરે બંધ થશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 257 રૂપિયાથી 270 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
મેન બોર્ડ આઈપીઓ
1- Premier Energies Limited IPO
આ આઈપીઓની સાઇઝ 2830.40 કરોડ રૂપિયા છે. કંપની 2.87 કરોડ ફ્રેશ શેર જારી કરશે. તો ઓફર ફોર સેલ હેઠળ 3.42 કરોડ શેર જારી કરવામાં આવશે. આ આઈપીઓ માટે 427 રૂપિયાથી 450 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. કંપનીએ 33 શેરનો એક લોટ બનાવ્યો છે.
है।
2- ECO Mobility IPO
આ આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 28 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી ઓપન રહેશે. કંપનીએ 318 રૂપિયાથી 334 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપનીએ 44 શેરનો એક લોટ બનાવ્યો છે.
3- Baazar Style Retail Limited IPO
ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 30 ઓગસ્ટે ખુલશે. પરંતુ કંપનીએ હજુ પ્રાઇઝ બેન્ડની જાહેરાત કરી નથી. મહત્વનું છે કે આ કંપનીમાં રેખા ઝુનઝુનવાલાએ પૈસા લગાવ્યા છે. તે પોતાની ભાગીદારી આઈપીઓ દ્વારા ઘટાડી રહ્યાં છે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)