નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ ઓનલાઇન ઇ-કોમર્સ કંપની અમેઝોનની પ્રાઇમ ડે સેલ પર કર્મચારીઓએ દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. કર્મચારીઓ આ પ્રદર્શન કંપનીની નીતિઓ વિરૂદ્ધ કરી રહ્યા છે. અમેરિકાથી માંડીને બ્રિટન અને જર્મની ઉપરાંત ઘણા દેશોમાં આ વિરોધ પ્રદર્શન એટલા માટે થઇ રહ્યા છે જેથી કંપની કર્મચારીઓ માટે પોતાની નિતીઓમાં ફેરફાર કર્યા. કર્મચારીઓની માંગ છે કે વર્કિંગ કંડીશન યોગ્ય છે, નોકરી સુરક્ષિત રહી અને સારું વેતન મળે. અમેઝોનના વેરહાઉસ અને પાયલોટ પણ આ પ્રદર્શનમાં સામેલ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રદર્શન દ્વારા કર્મચારી અમેઝોનના માલિક જેફ બેજોસને એ સંદેશો આપવા માંગે છે કે તે રોબોટ નથી, પરંતુ માણસો છે. અમેરિકાના મિન્નેસોટા શહેરમાં કર્મચારી સેલના પહેલા દિવસે છ કલાકથી દૂર રહ્યા હતા. આ ઉપરાંત કર્મચારીઓની માંગ છે કે તેમને પૂર્ણ રીતે કંપનીના ગણવામાં આવે. આ ઉપરાંત તેમને મજૂરીના બદલે સેલરી પર રાખવામાં આવે. જર્મનીમાં કર્મચારી બે દિવસની હડતાલ પર છે.


કર્મચારીઓનું કહેવું છે કે કંપની તેમની આવક પર છૂટ આપી ન શકે. પ્રાઇમ ડે સેલ પર કર્મચારીઓને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણ કે તેમને એક દિવસમાં જ સામાન ડિલીવરી કરવો પડે છે. જોકે તેના માટે કંપની અલગથી તેમને કોઇપણ પ્રકારનો આર્થિક લાભ આપતી નથી.


વેપાર જગતના લેટેસ્ટ ન્યૂઝ જાણવા ક્લિક કરો