સામાન્ય માણસ આજીવન ન કમાઈ શકે એટલો છે ટિમ કુકનો એક દિવસનો પગાર, નેટવર્થ જાણીને ચોંકી જશો તમે
Tim Cook Net Worth: ટિમ કુક વર્ષ 1998માં એપલમાં જોડાયા હતા. તેઓ 2011માં એપલના સીઈઓ બન્યા હતા. કંપની તરફથી ટિમ કુકને મોટો પગાર આપવામાં આવે છે. આ સિવાય એપલ ટિમ કુકને અન્ય સુવિધાઓ પણ આપે છે.
નવી દિલ્હીઃ દેશમાં એપલ કંપનીના એક બાદ એક બે સ્ટોર ખુલી ગયા છે. એપલનો પ્રથમ સ્ટોર મુંબઈમાં ખુલ્યા બાદ આજે દિલ્હીમાં બીજો સ્ટોર ખુલી ગયો છે. બંને સ્ટોરને ખુદ કંપનીના સીઈઓ ટિમ કુકે ઓપન (Apple Store Launching)કર્યા છે. આ તકે સ્ટોરની બહાર લોકોની ભીડ જોવા મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે એપલના સીઈઓ ટિમ કુકની નેટવર્થ (Tim Cook Net Worth) કેટલી છે? અબજોની સંપત્તિના માલિક ટિમ કુકને દરરોજ કેટલો પગાર મળે છે, જે જાણીને તમારા હોશ ઉડી જશે. નોંધનીય છે કે ટિમ કુક 1998માં એપલમાં જોડાયા હતા. ટિમ કુકે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેની મુલાકાત સ્ટીવ જોબ્સ સાથે થઈ હતી તો તેમના કહેવા પર તેમણે એપલમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
ટિમ કુકની નેટવર્થ કેટલી છે
ટિમ કુકની સંપત્તિની વાત કરીએ તો ફોર્બ્સ પ્રમાણે તે 1.8 અબજ ડોલર ેટલે કે આશરે 1,47,50 કરોડ રૂપિયા (Tim Cook Net Worth) છે. અબજોપતિ હોવાં છતાં ટિમ કુક કેલોફોર્નિયાના પોલો અલ્ટોમાં 2400 વર્ગ ફુટના એક નાના ઘરમાં રહે છે. ટિમ કુક અબજોપતિઓના લિસ્ટમાં વર્ષ 2020માં સામેલ થયા હતા. આજે કુકની નેટવર્થ 1.8 બિલિયન ડોલર (1,47,50,01,00,000 રૂપિયા) છે. વર્ષ 2020માં તેમની નેટવર્થ 1.5 બિલિયન ડોલર (1,22,91,67,50,000 રૂપિયા) હતી.
આ પણ વાંચોઃ આજે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો વધારો, જાણો 22-24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
ટિમ કુકને કેટલો પગાર મળે છે
ટિમ કુકને શાનદાર સેલેરી મળે છે. એક રિપોર્ટ પ્રમાણે એપલે તેમને પાછલા વર્ષે પગારના રૂપમાં 3.4 બિલિયન ડોલર એટલે કે આશરે 27,86,11,300 રૂપિયા આપ્યા હતા. કંપનીએ તેમને વર્ષમાં બે વખત બોનસના રૂપમાં 20 મિલિયન ડોલર એટલે કે 1,638,866,000 રૂપિયા આપ્યા હતા. જ્યારે ટિમ કુક વર્ષ 2011માં એપલના સીઈઓ બન્યા હતા ત્યારે તેમનો પગાર આશરે 900,000 ડોલર એટલે કે 7,37,50,050 રૂપિયા હતો. વર્ષ 2021માં ટિમ કુકને વેતનના રૂપમાં 734 કરોડ રૂપિયા મળ્યા હતા. તો એપને દરેક પર્સનલ અને બિઝનેસ યાત્રાઓ માટે પ્રાઇવેટ પ્લેન ઉપલબ્ધ કરાવે છે.
આજે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો વધારો, જાણો 22-24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube