ભારતમાં CAAનો સળગતો વિવાદ દઝાડશે અર્થતંત્રને, ટોચના ઉદ્યોગપતિએ કાપી લીધું નાક
ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) મચી રહેલા વિવાદ વચ્ચે અમેરિકન બિઝનેસમેન અને રોકાણકાર ટિમોથી કુક ડ્રેપરે (timothy cook draper) જાહેરમાં ચિંતા વ્યક્ત કરીને ભારતનું નામ કાપી લીધું છે.
મુંબઈ : ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) મચી રહેલા વિવાદ વચ્ચે અમેરિકન બિઝનેસમેન અને રોકાણકાર ટિમોથી કુક ડ્રેપરે (timothy cook draper) જાહેરમાં ચિંતા વ્યક્ત કરીને ભારતનું નામ કાપી લીધું છે. તેમણે કહ્યું છે કે ભારતમાં જે કંઈ પણ થઈ થઈ રહ્યું છે એના કારણે તેઓ ચિંતામાં છે. તેઓ ભારતમાં તેમની રોકાણની યોજનાઓ વિશે ગંભીરતાથી પુન:વિચારણા કરી રહ્યો છે. ટિમોથી કુક ડ્રેપર અમેરિકન રોકાણકાર અને તેઓ ટોચના વેન્ચર કેપિટાલિસ્ટ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતના ધર્મના નામે જે કંઈ પણ થઈ રહ્યું છે એ ચિંતાનો વિષય છે.
[[{"fid":"246164","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ફિચે ઘટાડ્યું GDP ગ્રોથનું રેટિંગ અને પછી...માર્કેટમાં રોકાણ કરતા લોકો માટે ખાસ સમાચાર
ગ્લોબલી પોઝિટીવ વચ્ચે પણ ભારતીય ઇકોનોમીમાં સુસ્તીનો તબક્કો ચાલી રહ્યો છે. હકીકતમાં ફિચ (Fitch) રેટિંગ્સે નાણાંકીય વર્ષ 2019-20 માટે ભારતનો જીડીપી (GDP)નો અનુમાનિત દર પાંચ ટકાથી ઘટાડીને 4.6 ટકા કરી નાખ્યો છે. આ સમાચારને કારણે ભારતીય શેરમાર્કેટની રેકોર્ડ તેજી પર પણ બ્રેક લાગી ગઈ છે. આ રેટિંગ જાહેર કરીને જીડીપીએ આર્થિક મોરચા પર ભારતને ઝાટકો આપ્યો છે. એજન્સીએ નિવેદન આપ્યું છે કે કંપની અને વપરાશકર્તાઓનો આત્મવિશ્વાસ ઘટવા સિવાય અનેક આર્થિક સંકટને કારણે વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે, પણ આમ છતાં દેશ ક્રમશ: આર્થિક પ્રગતિ કરી રહ્યો છે.
જો નાણામંત્રીએ 'આ' વાત માની લીધી તો લઘુત્તમ વેતન થઈ જશે 21,000 અને પેન્શન 6000 રૂપિયા
હાલમાં ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે (Gita Gopinath) હાલમાં એક કાર્યક્રમમાં જાહેરમાં નિવેદન આપતા કહ્યું છે કે આઇએમએફ જાન્યુઆરીમાં ભારતના વૃદ્ધિદરના પોતાના અનુમાનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. આ પહેલાં પણ અનેક એજન્સી આ અનુમાનમાં ઘટાડો કરી ચુકી છે. ભારતમાં જન્મેલી ગીતાએ એક કોન્કલેવમાં કહ્યું હતું કે સંસ્થાએ આ પહેલાં ઓક્ટોબરમાં જાહેર કરેલા અનુમાનની જાન્યુઆરી (January)માં સમીક્ષા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...