નવી દિલ્હી: એન.કે. પ્રોટીન્સ ગ્રુપનો હિસ્સો તિરૂપતિ એડિબલ ઓઇલે બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનની તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી છે. દેશમાં કરીના કપૂર ખાન સૌથી લોકપ્રિય સેલીબ્રિટી પૈકીની એક છે. એક અભિનેત્રી, પત્ની અને માતા તરીકેની તેમનું સમર્પણ ખુબજ અદ્ભુત છે અને દેશભરમાં તેમણે અપાર પ્રશંસા સાંપડી છે. અગ્રણી જાપાનિઝ રિસર્ચ એજન્સી દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેમાં તેઓ સૌથી જાણીતા વ્યક્તિ પૈકીના એક પણ છે. આજ કારણોસર એન.કે. પ્રોટીન્સ બ્રાન્ડ માટે તેમને એકદમ આદર્શ ગણે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે પ્રતિક્રિયાં આપતાં એન.કે. પ્રોટીન્સના સીઇઓ પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે, “અમે અમારી બ્રાન્ડ માટે કરીના કપૂર ખાન સાથે ભાગીદારી કરતાં ખુશી અનુભવીએ છીએ. તેમની માફક અમારી બ્રાન્ડ પણ દેશભરમાં વિશેષ ઓળખ ધરાવે છે અને લોકો તરફથી પ્રશંસા મેળવે છે.

તેમની મહેનતુ પ્રકૃતિ અને હંમેશા શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ અમારી બ્રાન્ડની વિચારધારા સાથે એકમદ સુસંગત છે. અમારી ટીમ નવા એમ્બેસેડર સાથે તિરૂપતિ કપાસિયા તેલ ઉપર બ્રાન્ડનું પ્રથમ કેમ્પેઇન લોન્ચ કરવા અંગે અત્યંત ઉત્સાહિત છે તેમજ આગામી વર્ષમાં વધુ કેમ્પેઇન રજૂ કરાશે.”


આ પ્રસંગે કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે, “હું 25 વર્ષનો વારસો ધરાવતી દેશની અગ્રણી ઓઇલ બ્રાન્ડ પૈકીની એક તિરૂપતિ એડિબલ ઓઇલ્સનો હિસ્સો બનતા ખુશી અનુભવું છું.”