નવી દિલ્હી : ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS)એ પોતાના આઈટી સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર માટે નોકરીઓની તક ખુલ્લી મૂકી છે. ટીઆઈએસએસ જે પદ માટે અરજીઓ મંગાવી છે, તેમાં સીનિયર સોફ્ટવેર ડેવલપર, સોફ્ટવેર ડેવલપર, સોફ્ટવેર એડમિનિસ્ટ્રેટિવ, વેબ ડેવલપર, સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અને નેટવર્ક એડમિનિસ્ટ્રેટર છે. આ ફિલ્ડમાં નોકરી શોધી રહેલા લોકો માટે આ એક  ઉજળી તક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીની છેલ્લી તારીખ - 5 ડિસેમ્બર, 2018


કુલ કેટલી જગ્યાઓ
સીનિયર સોફ્ટવેર ડેવલપર 1, સોફ્ટવેર ડેવલપર 3, સોફ્ટવેર ડેવલપર (એકાઉન્ટિંગ એપ્લીકેશન) 1, સોફ્ટવેર એડમિનિસ્ટ્રેટર 1, વેબ ડેવલપર 1, સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર 2, સોફ્ટવેર ડેવલપર ઈન્ટર્ન 3, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર 1 


આ પદ પર થનારી ભરતી કોન્ટ્રાક્ટ આધારિત હશે. આ ભરતી એક વર્ષ માટે જ રહેશે. જોકે, તેની સમય મર્યાદા વધી શકે છે. તે સમયે તેની જરૂરિયાત અને પદ માટેના નિયમોના આધાર પર નક્કી કરવામાં આવશે. 


આ શૈક્ષણિક યોગ્યતા જરૂરી
65 ટકા અંક અને સોફ્ટવેર ડેવલપમેન્ટના નોલેજ સાથે બી.કોમ/એમ.કોમ


વેબ ડેવલપર
કમ્પ્યૂટર એપ્લિકેશનમા માસ્ટર્સ (એમસીએ) અથવા બીઈ/બી.ટેક (કમ્પ્યૂટર સાયન્સ/આઈટી) ગ્રાફિક ડિઝાઈનમાં ઓછામાં ઓછા 65 ટકા


સોફ્ટવેર ડેવલપર (ઈન્ટર્ન)
કમ્પ્યૂટર એપ્લિકેશનમાં સ્નાતક (બીસીએ) અથવા એમસીએ અથવા બીઈ/બી.ટેક (કમ્પ્યૂટર સાયન્સ/આઈટી) ગ્રાફિક ડિઝાઈનમાં ઓછામાં ઓછા 65 ટકા


સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર
બીઈ/બી.ટેક કમ્પ્યૂટર એન્જિનિયરિંગ અથવા સાયન્સ, લિનિક્સ એડમિનિસ્ટ્રેશન સર્ટિફિકેશન (રેડહાટ)ની સાથે.


નેટવર્ક એડમિનિસ્ટ્રેટર
 બીઈ/બી.ટેક કમ્પ્યૂટર એન્જિનિયરિંગ અથવા સાયન્સ, લિનિક્સ એડમિનિસ્ટ્રેશન સર્ટિફિકેશન (રેડહાટ) અને આરએચસીઈ/આરએચસીટી અથવા સીસીએનએ/સીસીએનપી પ્રમાણની સાથે 


પગાર
ફાઈનાન્શિયલ એક્સપ્રેસના સમાચાર મુજબ, આ તમામ પદ માટે પગાર 20,000 રૂપિયાથી લઈને 55,000 રૂપિયા રહેશે. અલગ અલગ પદ માટે તે અલગ અલગ રહેશે. 


આવી રીતે કરો અરજી 
આ પદ માટે આવેદન કરવા માટે તમારો રિઝ્યુમ/સીવી રજિસ્ટર્ડ ઈમેઈલ આઈડીથી ટીઆઈએસએસને recruit-itsmc@tiss.edu પર મોકલી આપવો.