નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની કંપની ટાઇટલના શેરોમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ 2022 ક્વાર્ટરમાં ટાઇટન કંપનીના નફામાં 8 ટકાનો ઘટાડો આવ્યો છે અને આ કારણે કંપનીના શેરના ભાવ ઘટી રહ્યાં છે. કંપનીના શેરમાં ઘટાડા બાદ પણ બ્રોકરેજ હાઉસ ટાઇટન કંપનીના શેરો પર બુલિશ છે. ટાટા ગ્રુપની કંપની ટાઇટનના શેરો માટે 2900 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ રાખવામાં આવી છે. નોંધનીય છે કે ટાઇટન કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની મોટી ભાગીદારી છે. ઝુનઝુનવાલા પરિવારની પાસે ટાઇટન કંપનીના 10 હજાર કરોડ રૂપિયાથી વધુના શેર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2900 રૂપિયા પહોંચી શકે છે ટાઇટનના શેરનો ભાવ
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે ટાઇટન કંપનીના શેરને બાય રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેરો માટે 2900 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ગોલ્ડ પ્રાઇઝમાં ચઢાવ-ઉતાર અને કોવિડ સાથે જોડાયેલી સમસ્યા છતાં FY22 ખતમ થતાં પાછલા પાંચ વર્ષમાં કંપનીની અર્નિંગ સીએજીઆર 24 ટકા રહી છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ ટ્રેન્ડ યથાવત રહ્યો અને આગામી કેટલાક વર્ષોમાં 20 ટકાથી વધુ અર્નિંગ સીએજીઆર રહી શકે છે. તો બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ટાઇટનના શેરોને એડ રેટિંગ આપી અને 2550 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. 


આ પણ વાંચોઃ Gold Price Today: 2 મહિનાના નીચલા સ્તર પર આવ્યો સોનાનો ભાવ, જાણો 10 ગ્રામની કિંમત


ઝુનઝુનવાલાનું છે મોટુ રોકાણ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ટાઇટન કંપનીના લેટેસ્ટ શેરહોલ્ડિંગ પ્રમાણે દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની કંપનીમાં 3.98 ટકા ભાગીદારી છે. તો તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 1.07 ટકા ભાગીદારી છે. કંપનીમાં ભાગીદારીનો આ આંકડો 31 માર્ચ 2022 સુધીનો છે. એક રિપોર્ટ પ્રમાણે સોમવારના શેરની કિંમત પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલાની ટાઇટનમાં ભાગીદારીની વેલ્યૂ 10,703.90 કરોડ રૂપિયાની નજીક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube