• કરોડોનું ટર્ન ઓવર કરતી મલાઇદાર અમૂલની સત્તા માટે બંને પક્ષો એડીચેટીનું જોર લગાવી રહ્યાં છે.

  • સહકારી ક્ષેત્રમાં પણ કોંગ્રેસ ભાજપ પ્રેરિત રાજનિતી ઘૂસી ગઈ છે તેવું કહી શકાય

  • મતદાન બાદ મતપેટી સ્ટ્રોંગ રૂમ ખાતે રખાશે અને મતદાનનું પરિણામ હાઇકોર્ટના આદેશ બાદ જ જણાવાશે


જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ :અમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (amul) માં આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાનાર છે. મતદાનમાં કુલ 18 મતોથી અમૂલના સત્તાધીશોના નામ નક્કી કરાશે. જેમાં 13 સભાસદ, જિલ્લા રજિસ્ટ્રાર, જીસીએમએમએફએલના પ્રતિનિધિ અને 3 સરકારી પ્રતિનિધિઓ મતદાન કરશે. ત્યારે અમૂલમાં આજે ખરાખરીનો જંગ જોવા મળશે. ત્યારે હવે અમૂલમાં કેવા પ્રકારનું પરિવર્તન થશે તેના પર સૌની નજર છે. જોકે, તે પહેલા જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સભાસદોની તોડજોડની નીતિ અહી પણ અપનાવાય તેવું લાગી રહ્યું છે. તેથી કેટલાક સભાસદોને હાલ છુપાવીને રખાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમૂલ બોર્ડ (Amul board) માં રાજકારણ ભલે ન હોય, પણ રાજેન્દ્રસિંહ પરમારનો કાંટો કાઢવા માટે સમગ્ર રાજકીય રમત રમાઈ રહી હોય તેવું સૂત્રોનું કહેવું છે.


આ પણ વાંચો : કોરોનાથી બચવા પીવાતા ઉકાળા માટે નેગેટિવ સમાચાર આવ્યા, તેનાથી છે કેન્સરનો ખતરો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 સભાસદોને ચૂંટણી પહેલા છુપાવાયા 
અમૂલની ચુંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે ચૂંટણી પહેલા 9 જેટલા સભાસદોને ફાર્મહાઉસમાં રખાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે અમૂલની ચૂંટણીમાં પણ તોડજોડની રાજનીતિ પ્રવેશે તેવી શક્યતા છે. આ તોડજોડની રાજનિતીના પગલે સભાસદોને ફાર્મ હાઉસમાં રખાયા છે. સહકારી ક્ષેત્રમાં પણ કોંગ્રેસ ભાજપ પ્રેરિત રાજનિતી ઘૂસી ગઈ છે તેવું કહી શકાય. આમ, કરોડોનું ટર્ન ઓવર કરતી મલાઇદાર અમૂલની સત્તા માટે બંને પક્ષો એડીચેટીનું જોર લગાવી રહ્યાં છે. 


[[{"fid":"288659","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"amul_election_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"amul_election_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"amul_election_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"amul_election_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"amul_election_zee.jpg","title":"amul_election_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આજે અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન માટે મતદાન થવાનું છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મતદાન થવાનું છે. અમૂલ ડેરીના કોન્ફરન્સ હોલ ખાતે મતદાનનું આયોજન કરાયુ છે. મતદાન બાદ મતપેટી સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવશે અને મતદાનનું પરિણામ હાઇકોર્ટના આદેશ બાદ જ જણાવાશે.


આ પણ વાંચો : નોકરી માટે સોશિયલ મીડિયા પર ફાંફાં મારતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટમાં બન્યો    


વર્ષ 2002થી રામસિંહ પરમાર અમૂલના ચેરમેન છે. વર્તમાન ચેરમેન પદે રામસિંહ પરમાર અને વા.ચેરમેનના પદે રાજેન્દ્રસિંહ પરમાર છેલ્લા કેટલાક દિવસો઼થી સરકારી પ્રતિનિધિઓની નિમણૂંકનો વિરોધ કરી રહ્યાં છે. આ મામલે સ્ટેટ રજિસ્ટ્રારને પણ અપીલ કરાઇ હતી. ગુજરાત હાઇકોર્ટે 21 તારીખે પિટીશનમાં નોટ બી ફોર મી કર્યુ હતું. ત્યાર બાદ 22 તારીખની સુનાવણીમાં સરકારી પ્રતિનિધિઓના વોટ બંધ કવરમાં રાખવાનો હુકમ કરાયો હતો. 


કોંગ્રેસ સમર્થિત પેનલના ચૂંટાયેલ પ્રતિનિધિઓએ કર્યો હતો વિરોધ  
કોંગ્રેસના ધારાસભ્ય અમૂલના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિ સોઢા પરમાર સંજય પટેલ, ઘેલાભાઈ ઝાલા, જુવાનસિંહ ચૌહાણ, વિપુલ પટેલ, રણજીત પટેલ, શારદાબેન પટેલ અને સીતાબેન પરમાર સહિત 9 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહકાર રજિસ્ટ્રરને મળવા પહોંચ્યા છે. અમૂલ ડેરીના સરકાર દ્વારા નોમિનેટ કરાયેલા 3 સભ્યોને નોમિનેટ કરવાના મામલે 9 ડિરેક્ટરોએ વાંધો ઉઠાવ્યો છે. ત્યારે તમામ ડિરેક્ટર્સ રજિસ્ટ્રારની ઓફિસે પહોંચ્યા હતા. આ મામલે રાજેન્દ્રસિંહ પરમારે રજૂઆત કરી કે, ભૂતકાળમાં સરકાર દ્વારા આવી રીતે કોઈ સભ્યો મૂકાયા નથી તો હાલ કેમ મૂકો છો. 3 નોમિનેટ ડિરેકટર ન મુકવાની રજુઆત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પણ પિટીશન દાખલ કરવામાં આવી છે. 


આ પણ વાંચો : LIC એ લોન્ચ કર્યો જબરદસ્ત પ્લાન, મૃત્યુની છેલ્લી ઘડી સુધી મળતા રહેશે રૂપિયા