નવી દિલ્હી: વિદેશી બજારોમાં બહૂમૂલ્ય ધાતુઓની કીંમતમાં નબળાઇના કારણે દિલ્હી સોની બજારમાં ગુરૂવારે સોના- ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં આજે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર દિલ્હી સોની બજારમાં ગુરૂવારે સોનું 534 રૂપિયાના ઘટાડા સાથે 48,652 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું છે. તે પહેલાં કારોબારી સત્રમાં સોનું 49,186 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીના ભાવમાં પણ 628 રૂપિયાના ઘટાડા સાથે 62,711 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું. ગત બંધ ભાવ 63,339 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. 


કેમ થયો ઘટાડો
દુનિયાની અર્થવ્યવસ્થામાં રિકવરીની આશા સાથે રોકાણકારો હવે સોનાના મુકાબલે બીજા વધુ રિટર્ન આપનાર રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યા છે. તેના લીધે સોનું સતત 50 હજારના મહત્વપૂર્ણ સ્તરથી નીચે છે. આજના કારોબારમાં ડોલરમાં તેજીની કીંમતો પર અસર પડી. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલે કહ્યું કે સતત ચોથા દિવસે ડોલરમાં આવેલી તેજી અને અમેરિકન રાજકોષીય પ્રોત્સાહનને લઇને વાર્તાને ખેંચવાના કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો. 


કેવી રહી આ વર્ષે સોનાની ચાલ
આ વર્ષે 7 ઓગસ્ટના રોજ સોનું 56254 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પોતાના અત્યાર સુધીના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હતું. તો બીજી તરફ આ દરમિયાન 76008 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરને અડકી ગયું હતું. એટલે કે સોનું હાલ પોતાના રેકોર્ડ ઉંચાઇથી લગભગ 8 હજાર રૂપિયા નીચે કારોબાર કરી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીમાં  રેકોર્ડ સ્તરના મુકાબલે 13 હજારથી વધુનો ઘટાડો આવી રહ્યો છે. દિવાળી પછી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 નવેમ્બરના રોજ સોનાની કીંમત 50 હજાર રૂપિયાથી નીચે આવી ગઇ હતી, ત્યારથી ભાવ આ સ્તરની નીચે રહ્યા છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube