નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાંથી મળી રહેલા નબળા પ્રતિસાદ અને સ્થાનીક સર્રાફા બજારની નબળી માંગના કારણે શનિવારે દિલ્હીમાં સોનું 25 રૂપિયા તુટીને 31,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. ચાંદી પણ ઔદ્યોગિક એકમ અને સિક્કા નિર્માતાઓની માંગણી ઘટવાના કારણે 115 રૂપિયા ઘટીને 39,915 રૂપિયા પ્રતિકિલોગ્રામ પર આવી ગઇ. વૈશ્વિક સ્તર પર સોનાનાં 7 મહિનાના નિચલા સ્તર પર આવવા અને ડોલરના બે અઠવાડીયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચવાના કારણે ઘરેલુ બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં વ્યાજદર વધવાની આશંકાના કારણ પણ કિંમતી ધાતુનીઓની માંગમા પણ ઘટાડો રહ્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનુ છ મહિનાના લઘુત્તમ સ્તર પર
શનિવારે સોનાના ભાવ છ મહિનાના લઘુત્તમ સ્તર પર આવી ગયા. 12 જુને સોનાની કિંમતમાં મોટો ઘટાડો થયા બાદ સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ 13થી 15 જુન વચ્ચે સોનાની કિંમતોમાં સામાન્ય રિકવરી આવી પરંતુ લાંબા સમય સુધી નહોતી ચાલી શકી. વૈશ્વિક સ્તર પર પણ શુક્રવારે ન્યૂયોર્કમાં સોનું 0.47 ટકા ઘટીને 1241 ડોલર પ્રતિ ઔંસ તથા ચાંદી 0.88 ટકા ઘટીને 15.79 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઇ. 

ચાંદી પણ 40 હજારની નીચે
ચાંદી હાજર 115 રૂપિયા તુટીને 39,915 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઇ. સાપ્તાહિક પુરવઠ્ઠાવાળી ચાંદી પણ 220 રૂપિયાના ઘટાડા સાથે 39,045 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બોલવામાં આવી. જો કે ચાંદીના સિક્કામાં સ્થિરતા રહી. સિક્કા લેવાલ 74 હજાર રૂપિયા તથા સિક્કાની વેચવાલી 75 હજાર રૂપિયા પ્રતિ સૈંકડો રહ્યો. તે પહેલા શુક્રવારે પણ સોનાની કિંમતોમાં ઘટાડો આવ્યો હતો. શુક્રવાસે સોનું 95 રૂપિયા તુટીને 31,115 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. બીજી તરફ ચાંદી 40,030 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર જ રહી હતી.