Gold Price Today ગૌરવ દવે/રાજકોટ : સોના-ચાંદીના ભાવમાં વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુરુવારે પણ આ બે કીંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના વાયદાનો ભાવ 61 હજારની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ચાંદી 76 હજારની ઉપર કારોબાર કરી રહી છે. સોનાની ખરીદમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સોનામાં સતત ભાવ વધારો થતા બજારમાં મંદીનો માહોલ છે. આવામાં ગ્રાહકો નવા સોનાની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. પરંતું તેની સામે રિસાઈકલિંગ સોનાનું પ્રમાણ વધી રહ્યું છે. રિસાયકલિંગ સોનાનું પ્રમાણ 50% જેટલું વધ્યું છે. નવા સોનાની ખરીદી પર બ્રેક લાગી છે. તો બીજી તરફ ગ્રાહકો જુનુ સોનુ વેચી તેમાંથી નવા ઘરેણાં બનાવી રહ્યાં છે. ગ્રાહકો પોતાનું જૂનું સોનું આપી નવા સોનાની ખરીદી કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તલાટીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ, હસમુખ પટેલે આપેલી નવી માહિતી પર નજર કરી લેજો


રાજકોટની સોની બજારમાં સોનાનો ભાવ 60,000 રૂપિયા બોલાઈ રહ્યો છે. સોનાના ભાવ જે ટોચની સપાટીએ છે તે ભાવે લોકોને ખરીદી કરવું પોસાતું નથી. તેથી છેલ્લા બે વર્ષમાં જૂનું સોનું આપી નવા સોનાની જે ખરીદી કરવામાં આવતી હતી. તેના આંકમાં છેલ્લા બે મહિનામાં ડબલ ગણો વધારો થયો છે. આવનારા દિવસોમાં સોનાના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અખાત્રીજ ઉપર સોની બજારમાં જે ગ્રાહકોની ભીડ હોય છે તે આ ભાવ વધારાને લીધે ખૂબ જ ઓછી રહેશે. 


છેલ્લા બે મહિનાથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવ વધારાને લીધે સોની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળે છે. છેલ્લા બે મહિનામાં સોનાનો ભાવ 63 હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો પરંતુ છેલ્લા એક સપ્તાહમાં થોડા ઘટાડા બાદ હાલમાં રાજકોટની સોની બજારમાં ૬૦ હજાર રૂપિયા સોનાનો ભાવ બોલાઈ રહ્યો છે પરંતુ આજે ભાવ છે તે ખૂબ જ વધુ હોવાથી દરેક ગ્રાહકોને સોનાની ખરીદી કરવી પરવડતી નથી. ભાવ વધારાને લીધે નવા સોનાની ખરીદી પર બ્રેક લાગી છે અને તેના બદલે જૂનું સોનું વેચી તેમાંથી નવા ઘરેણા બનાવવાના ચલણમાં ખૂબ જ વધારો થયો છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ આ બે મહિનામાં જૂનું સોનું આપી નવું સોનુ બનાવવા માટેના ચલણમાં 50 ટકા જેટલો વધારો થયો છે. આ પ્રક્રિયાને સોનાની રિસાયકલિંગ પ્રક્રિયા પણ કહેવાય છે. આવનારા દિવસોમાં હજુ પણ સોનાનો ભાવ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. અખાત્રીજ ને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અખાત્રીજના દિવસે લોકો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરતા હોય છે પરંતુ ભાવ વધારાને લીધે અખાત્રીજમાં પણ ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળે તેવું લાગી રહ્યું છે.


સોનાનો આજનો ભાવ
ગુરુવારે બપોરે, 5 જૂન, 2023ના રોજ ડિલિવરી માટેનું સોનું, એમસીએક્સ એક્સચેન્જ પર 0.55 ટકા અથવા રૂ. 332ના વધારા સાથે રૂ. 60,960 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો.


પાવાગઢ જનારા ભક્તો માટે આનંદના સમાચાર, દર્શન કરવા જશો તો કંઈક નવુ મળશે


વૈશ્વિક સ્તરે સોનું
ગુરુવારે સોનાના વૈશ્વિક ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર, વૈશ્વિક સોનાની કિંમત 0.91 ટકા અથવા $18.40ના વધારા સાથે $2043.30 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. સોનાની વૈશ્વિક હાજર કિંમત 0.63 ટકા અથવા 12.63 ડોલરના વધારા સાથે 2027.56 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.


જ્યાં વિદ્યાર્થીઓ ચુમ્મા-ચાટી કરતા દેખાયા હતા, રાજકોટની એ યુનિવર્સિટીમાં મળ્યો ગાંજો


સોનું 15% અને ચાંદી 30% વળતર આપશે
નિષ્ણાતોના મતે આ વર્ષે સોના અને ચાંદીમાં બમ્પર વળતર મળવાની ધારણા છે. ચાલુ નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન સોનાની કિંમતમાં 15 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. LKP સિક્યોરિટીઝના વિશ્લેષકના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની કિંમત 66,000 થી 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. બીજી તરફ, કેડિયા એડવાઈઝરીના સીએમડી અજય કેડિયાના જણાવ્યા અનુસાર, આ નાણાકીય વર્ષમાં ચાંદી 30 ટકા સુધીનું વળતર આપી શકે છે.