Gold Rate Today: ઉતાવળ કરજો! દિવાળી બાદ સોનાના ભાવ થયા ધડામ, સસ્તા ભાવે સોનું ખરીદવાની શાનદાર તક, જાણો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: કોમોડિટી બજારમાં આજે કડાકો જોવા મળી રહ્યો છે. ચીનમાં ઓછું સ્ટિમ્યુલસ પેકેજ આવવાથી મેટલ્સ ગગડી છે અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીના પગલે બુલિયન્સમાં ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજાર અને શરાફા બજારમાં કડાકો જોવા મળ્યો છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ...
આજે નવું અઠવાડિયું શરૂ થયું અને નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવ પછડાયા છે. ફરીથી તમને સસ્તામાં સોનું ખરીદવાની તક મળી રહી છે. કોમોડિટી બજારમાં આજે કડાકો જોવા મળી રહ્યો છે. ચીનમાં ઓછું સ્ટિમ્યુલસ પેકેજ આવવાથી મેટલ્સ ગગડી છે અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીના પગલે બુલિયન્સમાં ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજાર અને શરાફા બજારમાં કડાકો જોવા મળ્યો છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ...
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 355 રૂપિયા ગગડીને 77,027 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે શુક્રવારે 77,382ના રેટ પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 325 રૂપિયા તૂટીને 70,557 રૂપિયા પર જોવા મળ્યું જે શુક્રવારે 70,882 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 297 રૂપિયા તૂટીને 90,833 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી છે જે શુક્રવારે 91,130 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં ભાવ
ટ્રેડિંગની શરૂઆતમાં સોનામાં તેજ ઘટાડો જોવા મળ્યો અને MCX પર સોનું 76,800 રૂપિયાની નીચે સરકી ગયું હતું. સોનામાં 500 રૂપિયાની નબળાઈ જોવા મળી રહી હતી. વાત જાણે એમ છે કે ગ્લોબલ માર્કટમાં સોનું લગભગ 20 ડોલરના કડાકા સાથે જોવા મળ્યું હતું અને તે 2680 ડોલર પ્રતિ ઔંસ નીચે સરક્યું. જે ગત અઠવાડિયે 5 મંહિના બાદ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. ડોલર ઈન્ડેક્સ 105 ઉપર મજબૂત છે. મજબૂત ડોલરથી સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. MCX પર ચાંદી 91,000 રૂપિયા નીચે સરકી છે.
MCX પર સોનું 495 રૂપિયાના કડાકા સાથે 76,777 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. ગત ક્લોઝિંગ 77,272 પર થયું હતું. ચાંદી આ દરમિયાન 421 રૂપિયાના કડાકા સાથે 90,848 રૂપિયા પર જોવા મળી જે ગત ટ્રેડિંગ સેશનમાં 91,269 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.