લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે અને ત્યારથી સોના અને ચાંદીના  ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. પરિણામ પહેલા ઘટ્યા, પરિણામ આવ્યા બાદ વધ્યા...સતત વધઘટ અને પાછી આજે ક્લોઝિંગ રેટમાં ભયંકર મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં પણ મસમોટો ઘટાડો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ  ખાસ ચેક કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના ક્લોઝિંગ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે વધીને 73033 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. પરંતુ સાંજે ક્લોઝિંગ રેટમાં મોટો કડાકો જોવા મળ્યો છે. દિવસભર ભારે ઉથલપાથલ બાદ સોનાના ભાવમાં 1120નો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ સીધા 71913 રૂપિયા પર પહોંચી ગયા. 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડની વાત કરીએ તો તે પણ સવારે 66898 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું પરંતુ સાંજ પડતા તેમાં પણ 1026 રૂપિયાના ઘટાડો જોવા મળ્યો અને ભાવ 65872 રૂપિયાના સ્તરે પહોંચ્યો. 



ચાંદીના પણ ભાવ ગગડ્યા
ક્લોઝિંગ રેટમાં ચાંદી પણ ગગડી ગઈ. સવારે એકદમ વધારા સાથે 92375 રૂપિયાના સ્તરે પહોંચેલી ચાંદી પછી તો 1840 રૂપિયાના ઘટાડા સાથે સીધી 90535 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.