Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ઉથલપાથલ જોવા મળી રહી છે. દિવાળીના અવસરે સોનામાં જબરદસ્ત વેચાણ બાદ એવી આશા કરાઈ રહી હતી કે આવનારા સમયમાં તેના ભાવમાં વધુ તેજી આવશે. હવે લગ્નગાળામાં બંને કિંમતી  ધાતુઓમાં હળવી તેજી જોવા મળી રહી છે. કાર્તિક પૂર્ણિમા અને ગુરુ પર્વ હોવાને કારણે મંગળવારે (8 નવેમ્બર)ના રોજ શરાફા બજાર અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) બંધ છે. એટલે જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમને સોનું અને ચાંદી સોમવારે બંધ થયેલા ભાવે જ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 મહિનાના નીચલા સ્તરે આવ્યું હતું સોનું
સોમવારે સોનું અને ચાંદી બંનેના ભાવમાં તેજી આવી હતી. મલ્ટી  કોમોડિટી એક્સચેન્જ (MCX) અને શરાફા બજાર બંનેમાં સોમવારે તેજી જોવા મળી હતી. તાજેતરમાં સોનું ગગડીને 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. સોમવારે રાતે MCX પર ગોલ્ડ ફ્યૂચરનો રેટ 59 રૂપિયાની તેજી સાથે 50925 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 317 રૂપિયા વધીને 60855 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી હતી. આ અગાઉ પહેલા સેશનમાં સોનું 50866 રૂપિયા 10 ગ્રામ અને ચાંદી 60538 રૂપિયા પર બંધ થઈ હતી. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube