મુંબઇ: દેશના શેર બજારોમાં બુધવારે શરૂઆતી બિઝનેસ દરમિયાન મજબૂતી જોવા મળી. મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.22 વાગે 285.05 પોઈન્ટના વધારા સાથે 35,997.29 પર અને નિફ્ટી પણ લગભગ હાલ 72.05 પોઈન્ટની મજબૂતી સાથે 10,800.90 પર ટ્રેંડ કરતો જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇ શેર બજારમાં બુધવારે સતત ત્રીજા બિઝનેસ સત્રમાં તેજી જોવા મળી. નવેમ્બરના ડેરિવેટિવ પતાવતાં પહેલાં શોર્ટ કવરિંગ તથા અમેરિકા-ચીન વચ્ચે બિઝનેસ કરારને લઇને આશાઓ વધવાના સકારાત્મક વૈશ્વિક સંકેતોથી સેન્સેક્સ 204 પોઈન્ટ વધ્યો હતો. આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પછી 10,700 પોઈન્ટને પાર કરી ગયો હતો. મુંબઇ શેર બજારના 30 શેરોવાળા સેન્સેક્સ 203.81 પોઇન્ટ એટલે 0.57 ટકાની બઢત સાથે 35,716.95 પોઈન્ટ પર બંધ થયો. તો બીજી તરફ 43.25 પોઈન્ટ એટલે કે 0.40 ટકા વધીને 10,728.85 પોઈન્ટ પર બંધ થયો. 


વિશ્લેષકોએ કહ્યું કે સકારાત્મક વૈશ્વિક વલણ તથા નવેમ્બરના વાયદા તથા વિકલ્પ પતાવતા પહેલાં વેચવામાં આવેલા શેરોને પુરા કરવા માટે શોર્ટ કવરિંગ બજારમાં તેજી આવી. માહિતી અને ટેક્નોલોજી કંપનીઓના શેરોમાં જોરદાર તેજી નોંધાઇ હતી. ટીસીએસ અને ઇન્ફોસીસના શેર પાંચ ટકા વધ્યા હતા.


ઇંડસઇંડ બેંક, રિલાયંસ ઇંડસ્ટ્રીઝ, પાવરગ્રિડ, એચડીએફસી બેંક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, હીરો મોટોકોર્પ અને ટાટા સ્ટીલના શેરો બે ટકા ફાયદામાં રહ્યા. યસ બેંકના શેર બંને એક્સચેંજોમાં લગભગ 12 ટકા તૂટ્યો. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે મંગળવારે બેંકની સાખને ઘટાડીને બિન-રોકાણ શ્રેણી કરી દીધા છે. અન્ય કંપનીઓમાં ભારતીય એરટેલ, ટાટા મોર્ટસ, ઓએનજીસી, એલએંડટી, એસબીઆઇ, કોલ ઇન્ડિયા અને સનફાર્મા ચાર ટકા તૂટ્યા હતા.


આ દરમિયાન શેર બજારોના અસ્થાયી આંકડાના અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ મંગળવારે 811.52 કરોડૅ રૂપિયાના શેર ખરીદ્યા હતા. તો બીજી તરફ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 31.21 કરોડ રૂપિયાની લે-વેચ કરી હતી.