મુંબઇ: દેશના શેર બજારોમાં શુક્રવારે શરૂઆતી બિઝનેસ દરમિયાન મજબૂતી જોવા મળી. મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.32 વાગે 193.55 પોઈન્ટના વધારા સાથે 36,363.96 પર અને નિફ્ટી પણ લગભગ હાલ 61.00 પોઈન્ટની મજબૂતી સાથે 10,919.70 પર ટ્રેંડ કરતો જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે આ હતી સ્થિતિ
ગુરૂવારે મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 453.46 પોઈન્ટની તેજી સાથે 36,170.41 પર અને નિફ્ટી 129.85 પોઈન્ટની તેજી સાથે 10,858.70 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30માંથી 21 શેરોમાં તેજી રહી. બજાજ-ઓટો (4.68 ટકા), કોટક બેંક (4.24 ટકા), મહિંદ્વા એન્ડ મહિંદ્વા (3.32 ટકા), વેદાંત (3.19 ટકા) અને ઈંડસઈંડ બેંક (2.97 ટકા)માં સૌથી વધુ જોવા મળી. 


આ શેર ઘટ્યા હતા
સેંસેક્સના ઘટાડાવાળા શેરોમાં મુખ્ય રહ્યા: પાવર ગ્રિડ (1.55 ટકા), ઓએનજીસી (1.33 ટકા), એનટીપીસી ( 1.05 ટકા), ઇંફોસિસ (1.01 ટકા) અને ટીસીએસ ( 0.87 ટકા).


મુંબઇ શેર બજારમાં ગુરૂવારે સતત ચોથા બિઝનેસ સત્રમાં તેજી જોવા મળી. નવેમ્બરના ડેરિવેટિવ પતાવતાં પહેલાં શોર્ટ કવરિંગ તથા અમેરિકા-ચીન વચ્ચે બિઝનેસ કરારને લઇને આશાઓ વધવાના સકારાત્મક વૈશ્વિક સંકેતોથી સેન્સેક્સ 204 પોઈન્ટ વધ્યો હતો. આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પછી 10,700 પોઈન્ટને પાર કરી ગયો હતો. મુંબઇ શેર બજારના 30 શેરોવાળા સેન્સેક્સ 203.81 પોઇન્ટ એટલે 0.57 ટકાની બઢત સાથે 35,716.95 પોઈન્ટ પર બંધ થયો. તો બીજી તરફ 43.25 પોઈન્ટ એટલે કે 0.40 ટકા વધીને 10,728.85 પોઈન્ટ પર બંધ થયો.

ઔષધિઓની ખેતી કરી કરોડોની કમાણી કરે છે આ ખેડૂત, દુનિયાભરમાં વગાડ્યો ડંકો


વિશ્લેષકોએ કહ્યું કે સકારાત્મક વૈશ્વિક વલણ તથા નવેમ્બરના વાયદા તથા વિકલ્પ પતાવતા પહેલાં વેચવામાં આવેલા શેરોને પુરા કરવા માટે શોર્ટ કવરિંગ બજારમાં તેજી આવી. માહિતી અને ટેક્નોલોજી કંપનીઓના શેરોમાં જોરદાર તેજી નોંધાઇ હતી. ટીસીએસ અને ઇન્ફોસીસના શેર પાંચ ટકા વધ્યા હતા.