જનતા માટે રાહતના સમાચાર, સતત ઘટી રહ્યાં છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ
સતત ભાવ ઘટતાં નવા વર્ષનાં પ્રારંભે લોકોએ હાશકારો અનુભવ્યો છે. મહત્વનું છે કે ગત મહિને સતત પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભાવવધારા બાદ હવે ભાવઘટાડો થતાં લોકોએ રાહતનો દમ લીધો છે.
નવી દિલ્હી: જે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડાનાં સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલમાં 18 પૈસા અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લિટરનો ભાવઘટાડો નોંધાયો છે. સતત ભાવ ઘટતાં નવા વર્ષનાં પ્રારંભે લોકોએ હાશકારો અનુભવ્યો છે. મહત્વનું છે કે ગત મહિને સતત પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભાવવધારા બાદ હવે ભાવઘટાડો થતાં લોકોએ રાહતનો દમ લીધો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 18 પૈસા પ્રતિ લીટર ઘટીને 77.10 રૂપિયા થયો છે. આ સાથે જ ડીઝલના ભાવમાં પણ 16 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ આજે પ્રતિ લીટર 71.93 રૂપિયા છે.
દિલ્હી ઉપરાંત મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળતા લોકોને રાહત થઈ છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ 18 પૈસાના ઘટાડા સાથે 82.62 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો. જ્યારે ડીઝલ 17 પૈસા ઘટીને 75.36 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
ગુરુવારે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પેટ્રોલના ભાવમાં 15 પૈસા અને ડીઝલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. અત્રે જણાવવાનું કે ચાર ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે ગયા બાદ સરકારે લોકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2.50 રૂપિયા પ્રતિ લીટરના કાપની જાહેરાત કરી હતી. સરકારે ક્રુડ ઓઈલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં પણ 1.50 રૂપિયા પ્રતિ લીટર કાપ મૂક્યો હતો. જ્યારે એક રૂપિયાનો બોજ ઓઈલ કંપનીઓએ ઉઠાવ્યો હતો. જેના કારણએ કુલ 5 રૂપિયા ઘટ્યા હતાં.