અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત બે લાખ ચોરસ મિટર વિસ્તારમાં પથરાયેલા ગ્લોબલ ટ્રેડશોનું આયોજન કરવામાં આવ્યું છે જેનુ ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 તારીખના રોજ એટલે કે આજે ઉદઘાટન કર્યું હતું. ટ્રેડ શો વિશે માહિતી આપતાં ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2003 માં 3 હજાર સ્કેવર મીટરમાં પ્રદર્શન યોજાયું હતું. જેમાં 36 લોકોએ ભાગ લીધો હતો આજે 2019માં બે લાખ સ્કેવેર મીટરમાં 1200 લોકો પોતાની પ્રોડક્ટ પ્રદર્શિત કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો 


ટ્રેડ શોમાં 16 પેવેલીયનમાં અગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ,ઓટોમોબાઇલ એન્ડ ઇ મોબીલીટી,બેન્કીંગ એન્ડ ફાઇનાન્સ, કેમીકલ એન્ડ પેટ્રોકેમીકલ્સ,ઓઇલ એન્ડ ગેસ, ફાર્માસ્યુટીકલ, બાયોટેકનોલોજી, સીરામીક, પોર્ટસ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજેસ્ટીક,પાવર એન્ડ રીન્યુએબલ,સ્ટાર્ટઅપ એન્ડ રીન્યુએબલ,સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન, ટેક્સટાઇલ્સ, ટ્રાવેલ્સ ,ટુરીઝમ એન્ડ હોસ્પીટાલીટી, અર્બન ઇન્ફ્રાસ્ટક્ચર, વોટર ટ્રીટમેન્ટ એન્ડ એનવાયરમેન્ટ, શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એનજીનીયીરીંગ ક્ષેત્રના પેવલીયન ઉભા કરવામાં આવ્યા છે. 

વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનો માટે લક્ઝુરીયસ ગાડીઓનો કાફલો, અધધધ... છે 1 દિવસનું ભાડું


આ ટ્રેડ શો 1.5 મિલિયન લોકો મુલાકાત લેશે એવી મંત્રી આશા વ્યક્ત કરી રહ્યા છે. વીજીજીટીએસ - 2019 માં 1500 થી વધુ દેશ-વિદેશ અને સ્થાનિય ખરીદદારો ભાગ લીધો છે. એમએઅએમઈ (MSME) અને જાહેર ક્ષેત્રના સાહસો સહિતના મોટા સ્કેલ એન્ટરપ્રાઇઝિસ વચ્ચે વધુ મજબૂત ભાગીદારી વિકસાવવા માટે વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ઉત્પાદનકર્તા ગ્રાહક સાથે વ્યવસાય કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. ટ્રેડ શો થકી 2000 કરોડનો વ્યવસાય થવાની શક્યતા છે 100 દેશના 3000 થી વધારે ડેલીગેટે આ ટ્રેડશોની મુલાકાત લેશે. ટ્રેડ શો 21 અને 22 જાન્યુઆરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

OLA-UBER ભૂલી જાવ, ફક્ત 40 રૂપિયામાં ભાડે મળશે ઈ-સ્કૂટર, ટૂંક સમયમાં શરૂ થશે સેવા


ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે એક નવીન દ્રષ્ટિકોણ સાથે યોજાનાર આ પ્રદર્શનનો હેતુ વિવિધ ક્ષેત્રો માટે ‘બી ટુ બી’ના પ્રતિનિધિઓ માટે મુલાકાતો યોજાઈ શકે એવો એક મંચ પૂરો પાડવાનો છે. જેમાં અરસપરસ રસ ધરાવતા વેપારીઓ સાથે બેઠકો, ખરીદ-વિક્રેતા બેઠકો, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો, વ્યાપાર નેટવર્કિંગ, તકનીકી મૂલ્યાંકન અને વ્યૂહાત્મક ભાગીદારીને મહત્વ આપવામાં આવશે.


આ સ્થળે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્ટેટ્યુ ઓફ યુનિટી’ની પ્રતિકૃતિ, બુલેટ ટ્રેન સિમ્યુલેટર, ફાર્મ ટુ ફેબ્રિક પેવેલિયન તથા ખાદી જેવા વિષયને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલ ફેશન શો આ ટ્રેડ શો પૈકીના મહત્વના આકર્ષણો છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી આ ફેશન-શો સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે તારીખ 19 જાન્યુઆરીના સાંજે યોજાશે. ટ્રેડ-શોના અન્ય આકર્ષણોમાં ઇનોવેશન એન્ડ ટેક્નોલૉજી, સંભવિત દરેક દેશોની સહભાગીતા સાથે ખાસ કરીને રોબોટિક્સ અને લેસર કટીંગનું પ્રદર્શન, મેડીકેર અને હેલ્થ, ઑડિઓ વિઝ્યુઅલ સર્વિસિસ, આઇટીઇએસએન્ડ કોમ્યુનિકેશનજેવા વિષયોનો પણ સમાવેશ થાય છે.

 ટૂંક સમયમાં અમદાવાદમાં દોડશે ઈલેક્ટ્રિક બસો, PM મોદી આપશે ભેટ


અત્યાર સુધીમાં વીજીજીટીએસ 2019માં 15 જેટલા દેશોના કન્ટ્રી પેવેલિયન સાથે કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલેન્ડ, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ધ નેધરલેન્ડ, યુએઈ, દક્ષિણ આફ્રિકા, સ્વીડન, ઉઝબેકિસ્તાન, ઝેક રિપબ્લિક, નોર્વે, ઑસ્ટ્રેલિયા અને મોરોક્કો જેવા દેશોના પેવેલિયન હશે. એક વિશાળ આફ્રિકન પેવેલિયનમાં આફ્રિકા ખંડનું પણ પ્રતિનિધિત્વ કરતા 25 થી વધુ દેશો પણ ભાગ લેશે. ભારત સરકારની ફ્લેગશીપ યોજનાઓના પેવેલિયન જેવાં કે, મેક ઈન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સાગરમાલા, સ્ટાર્ટપ ઇન્ડિયા, આયુષ્યમાન ભારત અને ઇન્દ્રધનુષ પણ ટ્રેડ શોને એક નવી ઉંચાઈ આપશે. 

UAN નથી તો પણ નિકાળી શકો છો PF ના પૈસા, આ છે તેની પુરી પ્રોસેસ


આ ટ્રેડ-શોમાં નિકાસ, વેપાર અને રોકાણની સંભાવના અંગે ઉર્જામંત્રીએ કહ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત 2019માં ગુજરાત સરકારે નિકાસ, વેપાર અને રોકાણની સંભાવના પર ખાસ ભાર મૂક્યો છે, ત્યારે આ ટ્રેડ શો પેવેલિયનમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ્સ એન્ડ ઇ-મોબિલીટી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એન્ડ ગેસ, ફાર્માસ્યુટિકલ્સ, બાયો ટેક્નોલૉજી, સિરામિક્સ, પોર્ટ્સ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ, પાવર એન્ડ રીન્યુએબલ્સ, સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન, ટેક્ષ્ટાઈલ્સ, ટ્રાવેલ્સ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર ટ્રીટમેન્ટ એન્ડ એન્વાર્યમેન્ટ, શિક્ષણ, સ્કીલ ડેવેલપમેન્ટ એન્ડ એન્જીનિયરીંગ વગેરે જેવા ક્ષેત્રોના પેવેલિયન ઉભા કરાયા છે.