નવી દિલ્હી: આમ જનતાને આજે પણ કમરતોડ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 13 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં 8 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આલમ એ છે કે 22 માર્ચથી અત્યાર સુધીમાં એટલે કે 13 દિવસમાં પેટ્રોલ 8 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. ભારતીય ઓઈલ કંપનીઓએ આજે ​​(રવિવાર) 03 એપ્રિલે પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના દરમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ચૂંટણી સુધી 275 રૂપિયા પ્રતિ લીટર થશે પેટ્રોલ!
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આગામી ચૂંટણીઓ આવે ત્યાં સુધી પેટ્રોલની કિંમત 275 રૂપિયા પ્રતિ લિટર રહેશે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, જનતા કહી રહી છે કે 80 પૈસા રોજના અથવા લગભગ 24 રૂપિયા મહિનાના હિસાબથી જો પેટ્રોલના ભાવમાં વધારો થતો રહેશે તો આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી દરમિયાન 7 મહિનામાં ભાવ લગભગ 175 રૂપિયાની આસપાસ વધી જશે.



 


13 દિવસમાં 11 વાર વધી ચૂક્યા છે ભાવ
22 માર્ચથી 3 એપ્રિલ સુધીમાં 13 દિવસમાં 11 વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન, 24 માર્ચ અને 1 એપ્રિલે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, જેના કારણે દેશભરમાં કિંમતો સ્થિર હતી.


દરરોજ અપડેટ થાય છે તેલના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે. તમે તમારા શહેરમાં દરરોજ એક SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. તેના માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોને RSP લખીને 9224992249 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે.