• પુષ્ય નક્ષત્રના શુભ કાળમાં ખરીદ-વેચાણ, ઉદ્યોગ તેમજ વેપારની શરૂઆત બહુ જ શુભ માનવામાં આવે છે.

  • જ્યારે આ નક્ષત્ર શનિવાર અને રવિવારના દિવસે આવે છે તો પુણ્યામૃત યોગનું નિર્માણ થાય છે. 

  • આ નક્ષત્રમાં અશુભ કાળને બદલવાની ક્ષમતા હોય છે


ઝી મીડિયા/બ્યૂરો :આજે શનિવારે પુષ્ય નક્ષત્ર લાગી રહ્યું છે. આ નક્ષત્રમાં કરવામા આવેલી ખરીદી, આર્થિક સંપન્નતા અને શુભ લાભ આપે છે. આ નક્ષત્ર (pushya nakshatra) ને 27 નક્ષત્રોનો રાજા કહેવાય છે. શનિવાર અને રવિવારે આ યોગ બહુ જ લાભકારી છે. જ્યોતિષી આ નક્ષત્રને ધનતેરસના યોગ કરતા પણ વધુ લાભકારી ગણાવે છે. જ્યોતિષીઓના અનુસાર, આ દિવસે જ્વેલરી (gold price), ગાડી, ઈલેક્ટ્રોનિક સામાન, રત્ન, ઘરેલુ સાજ સજાવટનો સામાન, લગ્નનો સામાન, મકાનની ખરીદી, અનુષ્ઠાન અને ઉદઘાટન જેવા કાર્ય પણ ફળદાળી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ અને રવિવારનો દિવસ શુભ 
રવિવારના દિવસે આ યોગથી રવિ પુષ્ય યોગનું નિર્માણ થશે. આ રીતે દિવાળીની પહેલા લાગનારા આ યોગ તમારા માટે બહુ જ શુભ છે. શનિવારે સવારે 8.05 મિનીટથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે, જે આગામી દિવસે સવારે 6.13 સુધી રહેશે. જ્યારે આ નક્ષત્ર શનિવાર અને રવિવારના દિવસે આવે છે તો પુણ્યામૃત યોગનું નિર્માણ થાય છે. 


આ પણ વાંચો : 20 ફૂડને તમારી ડાયટમા સામેલ કરશો, તો કેન્સર તમારી આસપાસ પણ નહિ ભટકે


તેથી કહેવામાં આવે છે કે, આ યોગમાં કરવામા આવેલી ખરીદી અક્ષય રહે છે. આ સમયે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તે વધુ સમય સુધી સ્થાયી અને આર્થિક સમૃદ્ધિ આપનારા હોય છે. એટલુ જ નહિ, બુધ અને શુક્ર એકબીજાની રાશિમાં આવવાથી ધન યોગ પણ બની રહ્યો છે. 


પુષ્ય નક્ષત્રના શુભ કાળમાં ખરીદ-વેચાણ, ઉદ્યોગ તેમજ વેપારની શરૂઆત બહુ જ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં અશુભ કાળને બદલવાની ક્ષમતા હોય છે. 


શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં તેજી 
તો બીજી તરફ, શરાફા કારોબારમાં સતત ત્રીજા દિવસે શુક્રવારે પણ તેજી રહી. વૈશ્વિક માર્કેટમાં બહુમૂલ્ય ધાતુઓની કિંમતોમાં તેજીની સાથે દિલ્હી શરાફા બજામાં સોનુ 791 રૂપિયા ઉછળીને 51717 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. એચડીએફસી સિક્યોરિટીએ આ માહિતી આપી હતી. ગત વેપારી સત્રમાં સોનુ 50926 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. સોનાને પગલે ચાંદીની કિંમત પણ 2147 રૂપિયા ઉછાળની સાથે 64578 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે.