અમદાવાદ: હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. નવરાત્રી ગઈ અને હવે દીવાળી આવવાની તૈયારીમાં છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવથી જનતા હેરાન પરેશાન હતી. પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલના ભાવોમાં 14 પૈસાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 05 પેસાનો ઘટાડો થયો. ભાવ ઘટાડાના પગલે લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજે રોજ બદલાતા ભાવ વચ્ચે આજે પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો પ્રતિ લીટરે અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 05 પૈસાનો ઘટાડો કરાયો છે. જે પ્રમાણે આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 78.26 પૈસા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટરે 78.23 જોવા મળ્યો છે. સુરતમાં પેટ્રોલનો ગઈકાલ નો ભાવ 78.26 જ્યારે આજનો ભાવ 78.11 જોવા મળ્યો છે. આમ  17 પૈસા નો આજે ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં આજે પેટ્રોલના ભાવ 14 પૈસા ઘટીને 77.98 પર પહોંચ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં 5 પૈસાનો ઘટાડો થતા 78.06 પ્રતિ લીટર થયું છે.


અત્રે નોંધનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે સતત સાતમા દિવસે ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં પેટ્રોલ 0.09 પૈસા ઘટીને 81.25 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું હતું, જ્યારે ડીઝલનો ભાવ ઘટીને 74.85 રૂપિયા થયો હતો. તો બીજી તરફ મુંબઇમાં  પેટ્રોલનો ભાવ 86.73 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 78.46 પ્રતિ લીટર નોંધાયો હતો.. તહેવારોની સીઝનમાંન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થતાં વાહન ચાલકો તથા આમ જનતાને પણ રાહત મળી છે.