Tomato Price: અચાનક જ કેમ વધી ગયા ટામેટાના ભાવ? ગુજરાત સાથે છે કનેક્શન! ખાસ જાણો
Tomato Price: 15 જૂનની આજુબાજુ ટામેટાના ભાવ મોટાભાગની જગ્યા પર 35થી 40 રૂપિયા પ્રતિ કિલો હતા પરંતુ આજે ટામેટાના ભાવ મોટાભાગની જગ્યા પર 150થી 250 રૂપિયે કિલોની આજુબાજુ જોવા મળી રહ્યો છે. એટલે કે એક બે મહિનાની અંદર જ ટામેટાના ભાવ 5થી 6 ગણા વધી ગયા છે. ટામેટા મોંઘા થવાની પાછળ શું મોટું કારણ છે? ખાસ જાણો.
Tomato Price Suddenly Increase Reason: જો તમે પણ બજારમાં શાકભાજી ખરીદવા માટે જતા હશો તો તમને ખબર હશે કે શાકભાજીની દુકાન પર તમારા ખિસ્સા ભલે ખાલી થાય પણ ભાગ્યે જ તમારી થેલી ભરાતી હશે. એટલે કે મોંઘવારી એ હદે છે કે શાકભાજી ખરીદતા દમ નીકળી જાય છે. જેની પાછળ સૌથી મોટું કારણ મોંઘા ટામેટા છે. જે હજુ પણ 150થી 250 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. આ દિવસોમાં ટામેટા એટલા બધા પાવરફૂલ બની ચૂક્યા છે કે તેણે એકલા હાથે આખી થાળીને મોંઘી દાટ કરી મૂકી છે. ટામેટાના ભાવ તો વધતા જોયા પણ શું તમને ખબર છે કે ટામેટા મોંઘા થવાની પાછળ શું મોટું કારણ છે?
ટામટાના વધતા ભાવ પાછળ કહાની
15 જૂનની આજુબાજુ ટામેટાના ભાવ મોટાભાગની જગ્યા પર 35થી 40 રૂપિયા પ્રતિ કિલો હતા પરંતુ આજે ટામેટાના ભાવ મોટાભાગની જગ્યા પર 150થી 250 રૂપિયે કિલોની આજુબાજુ જોવા મળી રહ્યો છે. એટલે કે એક બે મહિનાની અંદર જ ટામેટાના ભાવ 5થી 6 ગણા વધી ગયા છે. રિસર્ચ ક રનારી સંસ્થા લોકલ સર્કલ્સે પણ ટામેટાના ભાવ પર એક રસપ્રદ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ગત મહિને એટલે કે જુલાઈમાં દેશમાં દર ત્રણમાંથી એક વ્યક્તિએ એક કિલો ટામેટા માટે 200 રૂપિયા ચૂકવ્યા. જ્યારે 10 ટકા લોકો એવા પણ હતા જેમણે એક કિલો ટામેટા માટે 250 રૂપિયા ખર્ચ કરવા પડ્યા. 23 ટકા લોકોને એક કિલો ટામેટા 200થી 250 રૂપિયા પ્રતિ કિલોના રેટ પર મળ્યા. જ્યારે 17 ટકા લોકો એવા હતા જેમણે મોંઘવારીના કારણે જુલાઈથી ટામેટા ખરીદ્યા જ નહીં.
એપ્રિલ-મે મહિનામાં ટામેટા ફેંકવા માટે મજબૂર હતા ખેડૂતો
બીજી બાજુ એપ્રિલ અને મે મહિનામાં ટામેટાના યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતો એટલા પરેશાન હતા કે તેમણે પોતાનો પાક રસ્તા પર ફેંકી દીધો હતો. તે સમયે ખેડૂતોને એક કિલો ટામેટા માટે ફક્ત 3થી 5 રૂપિયાનો ભાવ મળી રહ્યો હતો. પરંતુ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ટામેટાના ભાવ 150 રૂપિયાથી લઈને 250 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે આખરે ટામેટાના ભાવ અચાનક આટલા કેમ વધી ગયા. તેની પાછળ એક્સપર્ટ્સે અનેક કારણ જણાવ્યાં છે.
ટામેટાના ભાવ અચાનક કેમ વધી ગયા?
- પહેલું કારણ તો એ કે એપ્રિલ અને મે મહિનાની શરૂઆતમાં થયેલા ખુબ વરસાદના કરાણે ટામેટાના પાકને ભારે નુકસાન પહોંચ્યું, જેના કારણે પાક ખરાબ થયો.
- આ ઉપરાંત અનેક રાજ્યોમાં ભીષણ ગરમીના કારણે પણ ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો થયો.
- અનેક જગ્યા પર આ વર્ષે ટામેટાની લણણી ગત વર્ષ કરતા ઓછી થઈ.
- મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ટામેટાનો પાક લેવાય છે પરંતુ બિપરજોય તોફાનના કારણે બંને રાજ્યોમાં ટામેટાની ખેતી પર ખરાબ અસર થઈ.
- આ વખતે ટામેટાનો સપ્લાય ઓછો છે જ્યારે ડિમાન્ડ વધુ છે અને ભાવ વધવાનું સૌથી મોટું કારણ જ આ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube