વર્ષ 2022ના Top 10 IPO, રોકાણ કરવા માટે રહો તૈયાર
વર્ષ 2021માં આઈપીઓને મળેલી સફળતા બાદ હવે 2022માં અનેક કંપની પોતાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં અનેક મોટી કંપની પણ સામેલ છે.
નવી દિલ્હીઃ 2021માં શેર બજારમાં જે રીતે આઈપીઓ આવ્યા તે ચર્ચાનો વિષય બન્યો હતો. જોવામાં આવે તો એવરેજ દરેક સપ્તાહે એક નવો આઈપીઓ આવી રહ્યો હતો જેમાંથી કુલ 65 મેનબોર્ડ આઈપીઓ હતો. તો નાના અને મધ્યમ બિઝનેસના આઈપીઓને સામેલ કરી લેવામાં આવે તો આ સંખ્યા ડબલ થઈ જાય છે. ઝોમેટો, પેટીએમ, નાયકા અને પોલિસીબાઝારે માર્કેટમાં કુલ મળીને 39000 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. હવે વર્ષ 2022માં પણ આ મોટા આઈપીઓ આવવાના છે.
Wellness Forever Medicare
વેલનેસ ફોરએવર મેડિકેયર આઈપીઓમાં 400 કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરોનો નવો ઈશ્યૂ અને 1.6 કરોડ ઇક્વિટી શેરોના વેચાણનો પ્રસ્તાવ સામેલ છે. હજુ સુધી તેની જાહેરાત થઈ નથી.
Emcure Pharma
એમક્યોર ફાર્માના આઈપીઓનો આકાર લગભગ 4500 કરોડથી લઈને 5000 કરોડ રૂપિયા વચ્ચે હશે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ માર્કેટમાં કુલ 18,168,356 શેરોના વેચાણના પ્રસ્તાવ સાથે આવશે.
આ પણ વાંચોઃ 265 રૂપિયાને પાર જશે રાકેશ ઝુનઝુનવાલાનો ફેવરેટ સ્ટોક, તમે પણ લગાવો દાવ
કેમ્પલ એક્ટવિયર
Campus Actiwear નો આઈપીઓ સંપૂર્ણ રીતે પ્રમોટરો અને વર્તમાન શેરધારકો દ્વારા 5.1 કરોડ ઇક્વિટી શેરોના વેચાણની રજૂઆત છે.
ડ્રૂમ (Droom)
ડ્રૂમ ટેક્નોલોજી અને ડેટા સાયન્સ કંપની, જે ઓનલાઇન ઓટોમોબાઇલ ખરીદ અને વેચાણની સુવિધા પ્રદાન કરે છે. ડ્રૂમ 400 કરોડ રૂપિયાના ઇક્વિટી શેરોના ખાનગી પ્લેસમેન્ટનો વિકલ્પ પસંદ કરશે.
Urban કંપની
ગુરૂગ્રામ સ્થિત સ્ટાર્ટઅપ જે 2.1 બિલિયન ડોલરની કંપની છે. તેણે ડ્રેગન, પ્રોસસ વેન્ચર્સ અને વેલિંગટન મેનેજમેન્ટના નેતૃત્વમાં સીરીઝ એક ફન્ડિંગના રાઉન્ડમાં 255 મિલિયન ડોલર ભેગા કર્યા છે. તે પણ આ વર્ષે પોતાનો આઈપીઓ લાવી શકે છે.
LIC
આ વર્ષે લોકો એલઆઈસીના આઈપીઓની રાહ જોઈ રહ્યાં છે. આ આઈપીઓ માર્ચ મહિનામાં આવવાનો હતો પરંતુ સરકારે તેની તારીખ આગળ વધારી દીધી છે. એલઆઈસીના આઈપીઓની સાઇઝ લગભગ 1,00,000 કરોડ છે અને વર્તમાન પોલિસીધારકોને 10 ટકા શેર આપવાનો પ્રસ્તાવ છે.
આ પણ વાંચોઃ કર્મચારીઓને 1 એપ્રિલથી દર વર્ષે 15 ની જગ્યાએ 30 દિવસની મળશે ગ્રેચ્યુઈટી? મંત્રીએ સંસદમાં આપી જાણકારી
એપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ
મર્ચન્ટ બેન્કિંગ સૂત્રો પ્રમાણે હોસ્પિટેલિટી ક્ષેત્રમાં એપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ એક પ્રસિદ્ધ નામ છે. કંપનીના આઈપીઓમાં 400 કરોડના નવા ઈશ્યૂ અને 600 કરોડ રૂપિયા સુધીનું ઓફર-ફોર સેલ સામેલ થશે.
OLA
ઓલા કંપનીની યોજના વર્ષના પ્રથમ છ મહિનામાં આઈપીઓ લાવવાની છે. કંપની લગભગ 15000 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે, જેથી કંપનીને લગભગ 12-14 બિલિયન ડોલરની વેલ્યૂએશન મળી શકે છે.
Ixigo
ટ્રાવેલ બુકિંગ ફ્રંટ Ixigo, 1600 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે, જે વર્તમાન શેરધારકો દ્વારા 750 કરોડ રૂપિયાના શેરના નવા મુદ્દા અને 850 કરોડના ઇક્વિટી શેરોના OFS ના સંયોજનમાં હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube