નવી દિલ્હીઃ Top 5 Fundamental Picks: નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેર બજારમાં ઓછી તેજી છે. બજારના મુખ્ય સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યાં છે. બજારની નબળાઈમાં મોટો નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસે 5 સ્ટોક્સ પર બુલિશ રેટિંગ આપ્યું છે. આ ફન્ડામેન્ટલ પિક્સમાં Vinati Organics, Indian Hotels, Sun Pharma, HDFC Bank અને Tata Motors પર ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજ રિપોર્ટ પ્રમાણે રોકાણકારોને 38 ટકા સુધીનું રિટર્ન મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vinati Organics
Vinati Organics: શેર પર બ્રોકરેજે ખરીદીની સલાહ આપી છે. સાથે 2720 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપ્યો છે. MOFSL પ્રમાણે રોકાણકારોને 38 ટકા સુધીનું પોઝિટિવ રિટર્ન આપી શકે છે. 


Indian Hotels
Indian Hotels: હોટલ્સ સેક્ટરના આ સ્ટોક પર બ્રોકરેજે બુલિશ રેટિંગ આપ્યું છે. શેર પર 415 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ રિપોર્ટ પ્રમાણે 1 વર્ષના સમયમાં શેર 25 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે. નોંધનીય છે કે ઈન્ડિયન હોટલ્સના શેર રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala Portfolio Stocks) ના પોર્ટફોલિયોમાં પણ સામેલ છે. 


આ પણ વાંચોઃ Gold Price: સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર, 10 ગ્રામનો ભાવ સાંભળીને તમે દંગ રહી જશો


Sun Pharma
Sun Pharma: MOFSL એ શેર પર ખરીદીની સલાહ આપી છે. સાથે 1120 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપ્યો છે. રિપોર્ટ પ્રમાણે શેર 1 વર્ષમાં ઈન્વેસ્ટરોને 20 ટકાનું રિટર્ન આપી શકે છે. 


HDFC Bank
HDFC Bank: દેશની સૌથી મોટી ખાનગી બેન્કના સ્ટોક પર MOFSL એ બાયનું રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ રિપોર્ટ પ્રમાણે શેર લગભગ એક વર્ષના સમયમાં 1930 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. 


આ પણ વાંચોઃ આ ફૂલ તમને બનાવી દેશે ધનવાન, ઓછા રોકાણથી શરૂ કરો બિઝનેસ 


Tata Motors
Tata Motors: ટાટા ગ્રુપની આ કંપની પર દિગ્ગજ ઈન્વેસ્ટર ઝુનઝુનવાલા પરિવારનો વિશ્વાસ છે. બ્રોકરેજ રિપોર્ટ પ્રમાણે ઓટો સેક્ટરના આ શેર પર 525 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપ્યો છે. 


(ડિસ્ક્લેમર:  અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ/એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. શેર બજારના રોકાણમાં જોખમ રહેલું હોય છે. એટલે તમે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube